અભિનેતા નીલ નીતિન મુકેશે અને તેના પિતા, પ્રખ્યાત ગાયક નીતિન મુકેશ માથુરે મુંબઈમાં એક નવું ઘર ખરીદ્યું છે. અભિનેતાએ સપનાના શહેરના લોઅર પરેલ વિસ્તારમાં એક વૈભવી એપાર્ટમેન્ટ ખરીદ્યું છે. આ એપાર્ટમેન્ટની કિંમત ૧૧.૩૫ કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે.પ્રોપર્ટી રજીસ્ટ્રેશન દસ્તાવેજા અનુસાર, અભિનેતાના એપાર્ટમેન્ટની કિંમત ?૧૧.૩૫ કરોડ છે.અહેવાલ મુજબ, આ એપાર્ટમેન્ટ ૩૧મા માળે આવેલું છે અને ૨,૦૪૪ ચોરસ ફૂટનું છે. એપાર્ટમેન્ટની સાથે બે કાર પા‹કગ જગ્યાઓ પણ ખરીદવામાં આવી હતી. આ વ્યવહાર ૧૦ જુલાઈ, ૨૦૨૫ ના રોજ રજીસ્ટર થયો હતો. ૬૮.૧૦ લાખની સ્ટેમ્પ ડ્યુટી અને ?૩૦,૦૦૦ ની નોંધણી ફી ચૂકવવામાં આવી હતી.અભિનેત્રી અમૃતા પુરીએ પણ આ વર્ષે એપ્રિલમાં આ જ બિલ્ડીંગમાં એક એપાર્ટમેન્ટ ખરીદ્યું હતું. નીલ નીતિન મુકેશની કારકિર્દી વિશે વાત કરીએ તો, તે જાની ગદ્દાર, ન્યૂ યોર્ક, સાત ખૂન માફ, પ્રેમ રતન ધન પાયો અને ગોલમાલ અગેન સહિત અનેક લોકપ્રિય ફિલ્મોમાં દેખાયા છે. તેમણે ઘણી દક્ષિણ ભારતીય ફિલ્મોમાં પણ કામ કર્યું છે. “કથ્થી” માં તેમના અભિનય માટે, તેમને દક્ષિણ ભારતીય આંતરરાષ્ટ્રીય મૂવી એવોર્ડ્‌સ  માં શ્રેષ્ઠ અભિનેતા (નકારાત્મક ભૂમિકા) નો એવોર્ડ મળ્યો.નીલ નીતિન મુકેશ તાજેતરમાં દિવ્યા ખોસલા સાથે ફિલ્મ “એક ચતુર નાર” માં દેખાયા હતા. ગયા મહિને રિલીઝ થયેલી આ ફિલ્મને વિવેચકો તરફથી મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો. ઉમેશ શુક્લા દ્વારા દિગ્દર્શિત, આ ફિલ્મ ૧૨ સપ્ટેમ્બરના રોજ રિલીઝ થઈ હતી. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સારી કમાણી કરી શકી ન હતી. નીલના પિતા નીતિન મુકેશની વાત કરીએ તો, તે બોલિવૂડના સૌથી લોકપ્રિય ગાયકોમાંના એક છે. તેમણે ઘણા લોકપ્રિય ગીતો ગાયા છે, જેમાં “હસ્તે હસ્તે કટ જાયે રાસ્તે,” “માય નેમ ઇઝ લખન,” “સો ગયા યે જહાં,” અને “ઝિંદગી હર કદમ”નો સમાવેશ થાય છે.