દિવાળીના તહેવાર અંતર્ગત સુરત એસ.ટી. વિભાગને આર્થિક રીતે ફાયદો પહોંચ્યો છે. દિવાળીના તહેવાર અંતર્ગત એક્સ્ટ્રા બસ દોડાવવાના કારણે માત્ર સુરત ડેપોને ૨.૬ કરોડથી વધુની આવક થઈ છે. અલગ અલગ જિલ્લાઓમાં દિવાળીના પર્વને લઈને જી્ વિભાગે કુલ ૧૨૫૯ ટ્રીપ મારી હતી. ગુજરાતમાં દિવાળીના તહેવાર પર એસ.ટી.ની બસોમાં ભારે ભીડ જોવા મળી હતી. મોટી સંખ્યામાં લોકો પોતાના વતન ગયા હતા. જોકે, એસ.ટી. નિગમ દ્વારા મુસાફરોના ધસારાને પહોંચી વળવા માટે ડિવિઝન મુજબ એક્સ્ટ્રા બસ દોડાવવામાં આવી હતી. જેથી એસ.ટી. નિગમને દિવાળીનો તહેવાર ફળ્યો હતો અને અત્યારે સુરત વિભાગની વાત કરીએ તો સુરત જી્ વિભાગે દિવાળીના પર્વમાં અમરેલી, સાવરકુંડલા, મહુવા, ભાવનગર, દાહોદ, ઝાલોદ, ઉના સહિતના અલગ અલગ વિસ્તારોમાં બસો દોડાવી હતી, દિવાળીના પર્વ નિમિત્તે વધારાની કુલ ૧૨૫૯ ટ્રીપ મારવામાં આવી હતી. અંદાજિત કુલ ૬૭ હજારથી વધુ લોકોએ આ જી્ બસનો લાભ લીધો હતો તેમજ જી્ વિભાગને કુલ ૨.૬ કરોડની આવક થઈ હતી. મુસાફરોને તેમના વતન પહોંચાડવામાં મદદરૂપ થવાની સાથે સાથે, એસ.ટી. નિગમ માટે પણ દિવાળીનો આ તહેવાર આર્થિક રીતે ઘણો ફળદાયી નીવડ્યો છે. મુસાફરોની ભીડનો સફળતાપૂર્વક સામનો કરીને એસ.ટી. વિભાગે આવકનો નવો રેકોર્ડ સ્થાપિત કર્યો છે.








































