૨૯ ઓક્ટોબરથી ૫ નવેમ્બર સુધી બંધ રહેશે તમામ કામકાજ
અમરેલી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિએ આગામી દિવાળી પર્વને અનુલક્ષીને મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. માર્કેટયાર્ડના સત્તાવાર સૂત્રો દ્વારા જણાવવામાં આવ્યું છે કે તા.૨૯ ઓક્ટોબરથી તા.૫ નવેમ્બર સુધી માર્કેટયાર્ડનું તમામ કામકાજ બંધ રહેશે. બજાર સમિતિના સેક્રેટરી દ્વારા જારી કરાયેલ એક અખબારી યાદીમાં જણાવ્યા અનુસાર, તા.૬ નવેમ્બર (લાભ પાંચમ)થી માર્કેટયાર્ડનું નિયમિત કામકાજ પુનઃ શરૂ થશે. આ દિવસથી લાલ સુકા મરચાંની હરાજી પણ શરૂ કરવામાં આવશે. તમામ ખેડૂતો અને વેપારીઓને પ્રવેશ મળશે જેની દરેક લાગતા-વળગતાઓએ નોંધ લેવા જણાવવામાં આવ્યું છે.