ભારતમાં હાલ દિવાળી અને છઠ્ઠને લીધે ગુજરાત,  ઉત્તર પ્રદેશ, બિહાર,  ઝારખંડ તેમજ નવી દિલ્હી સહિત દેશના રેલવે સ્ટેશનો પર ભારે ભીડ જાવા મળી રહી છે. આવું જ દ્રશ્ય શનિવારે સાંજે સુરતના ઉધના રેલવે સ્ટેશન પર પણ જાવા મળ્યું, જ્યાં યાત્રીઓ રવિવારે ઉપડનારી વિવિધ સાપ્તાહિક અને સ્પેશિયલ ટ્રેનોમાં મુસાફરી કરવા માટે લાંબી લાઇન લગાવીને બેઠા હતા.ઉધના રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર ૬થી આશરે બે કિલોમીટર દૂર સુધી મુસાફરોની લાંબી કતાર હતી. સ્ટેશન પરિસરમાં અને લિંબાયત વિસ્તારમાં મુસાફરોની લાંબી લાઈનો લાગી હતી. સુરતના ઉધના સ્ટેશન પર ખુલ્લા મેદાનમાં શનિવાર રાતથી જ લાઇન લાગી ગઈ હતી. રવિવારે ટ્રેનમાં મુસાફરી કરવા માટે શ્રમિક મુસાફરો ૧૨ કલાક પહેલાંથી જ બાળકો, વૃદ્ધો અને મહિલાઓ સહિત લાંબી લાઇન લગાવીને બેઠા હતા. શનિવારે, રેલવે મંત્રી અÂશ્વની વૈષ્ણવે ભીડ નિયંત્રણની તૈયારીઓની સમીક્ષા કરવા માટે નવી દિલ્હી રેલવે સ્ટેશનની મુલાકાત લીધી હતી. તેમજ રેલવે મંત્રીએ સમજાવ્યું કે આજે ભીડનો દિવસ છે. મુસાફરોની સુવિધા માટે સ્ટેશન પર મુસાફરો સુવિધા કેન્દ્રો અને વધારાના ટિકિટિંગ કાઉન્ટર બનાવવામાં આવ્યા છે.તેમજ રેલવેમંત્રીએ કહ્યું કે, ‘શનિવારે સ્ટેશન પર આશરે ૧,૭૫,૦૦૦ મુસાફરો આવ્યા હતા, જેમાંથી ૭૫,૦૦૦ રિઝર્વેશન કરાવ્યા વગરના મુસાફરો હતા. આ તહેવારો દરમિયાન ભીડને નિયંત્રિત કરવા માટે, મુસાફરોને વધારાની સુવિધા પૂરી પાડવા માટે ૧૨,૦૦૦ વિશેષ ટ્રેનો ચલાવવામાં આવી છે. આ ઉપરાંત સોશિયલ મીડિયા પર ભ્રામક સમાચાર ફેલાવનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે અને અનેક વ્યક્તિઓ સામે હ્લૈંઇ પણ દાખલ કરવામાં આવી છે. ભીડને નિયંત્રિત કરવા માટે, સ્ટેશન પર હોલ્ડીંગ એરિયા બનાવવામાં આવ્યા છે, જ્યાં મુસાફરોને વ્યવસ્થા જાળવવા અને અરાજકતાને રોકવા માટે વ્યવસ્થિત રીતે પ્રવેશ આપવામાં આવી રહ્યો  છે.’શનિવારે, મુંબઈના લોકમાન્ય તિલક ટર્મિનસમાં મુસાફરોનો ભારે ધસારો જાવા મળ્યો હતો. જાકે, રેલવેએ મુસાફરોની સલામતી અને સુવિધા સુનિશ્ચિત કરવા માટે વિસ્તૃત વ્યવસ્થા કરી છે. રેલવેએ ખાસ કરીને સામાન્ય ટ્રેનના મુસાફરો માટે અલગ બેરિકેડેડ વિસ્તારો બનાવ્યા છે, જ્યાં કોઈપણ પ્રકારની ધક્કામુક્કી કે નાસભાગ ટાળી શકાય તેવી વ્યવસ્થા છે. અલગ અલગ ટ્રેનો માટે અલગ સ્ટેન્ડ નિયુક્ત કરવામાં આવ્યા છે.