(એ.આર.એલ),નવીદિલ્હી,તા.૧
અત્યારે દેશના તમામ મોટા શહેરોમાં પ્રદૂષણ ખૂબ વધ્યું છે. પરંતુ દિવાળીના દિવસોમાં પ્રદૂષણનું સ્તર અનેકગણું વધી ગયું હતું. દિલ્હીમાં સવાર પડતાની સાથે જ સર્વત્ર પ્રદૂષણનો ધુમ્મસ જ જાવા મળ્યું હતું દિલ્હી-એનસીઆરમાં હવા ‘ગંભીર’ સ્તરે પહોંચી ગઈ છે. ઘણી જગ્યાએ એકયુઆઇ ૩૫૦ને પાર કરી ગયો હતો.
ગુજરાતમાં વહેલી સવાર સુધી લોકોએ દિવાળીની ઉજવણી કરી હતી. હવમાનની ખાનગી એજન્સીના ડેટા મુજબ અમદાવાદ શહેરમાં મોડી રાત્રે ૩૦૬ એકયુઆઇ નોંધાયો હતો, વહેલી સવારે ૧૮૧ રહ્યો હતો. સુરત શહેરમાં એકયુઆઇ ૧૬૯ હતો જે દિવાળીની ઉજવણી બાદ એકયુઆઇ ૨૩૯ થઈ જતા હવા ઝેરી બની છે. રાજકોટ શહેરમાં એકયુઆઇ ૯૬ રહ્યો છે એટલે કે હવા થોડીક ઓછી ઝેરી છે. વડોદરા શહેરમાં ગઈકાલે એકયુઆઇ ૧૨૪ હતો જે આજે ૧૩૪ થઈ ગયો છે. ફેફસા, અસ્થમાની બીમારીથી પીડિત લોકો માટે અત્યારે ગુજરાતમાં હવા ઝેરી બની છે. ભાવનગર શહેરમાં એકયુઆઇ ૧૦૫ રહ્યો છે.
આ વખતે રાજધાની દિલ્હીમાં પણ સરકારે દિવાળી પર ફટાકડા ફોડવા પર પ્રતિબંધ મૂક્યો હતો, તેમ છતાં દિલ્હી અને એનસીઆરમાં ફટાકડા ફોડવામાં આવ્યા હતા. ગુરુવારે સાંજ પડતાની સાથે જ લોકોએ ફટાકડા ફોડવાનું શરૂ કરી દીધું હતું. નવી દિલ્હી વિસ્તારમાં પણ લોકોએ ફટાકડા ફોડ્યા. જેના કારણે દિલ્હી-એનસીઆરમાં હવા ‘ગંભીર’ સ્તરે પહોંચી ગઈ છે. આનંદ વિહાર અને સરિતા વિહારમાં એકયુઆઇ સ્તર ૩૦૦ને વટાવી ગયું છે. લોકો તેમની આંખોમાં બળતરા અનુભવે છે.
દિવાળી પર ફટાકડા ફોડવાને કારણે ચેન્નાઈ અને આસપાસના જિલ્લાઓમાં વાયુ પ્રદૂષણનું સ્તર નોંધપાત્ર રીતે વધી ગયું છે. હવાની ગુણવત્તામાં આ ઘટાડાને કારણે શ્વસન સંબંધી સમસ્યાઓ ધરાવતા લોકો માટે સમસ્યા ઊભી થઈ છે. તમિલનાડુ પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના સૂત્રોના જણાવ્યા અનુસાર, ચેન્નાઈના ત્રણ વિસ્તારોમાં હવાની ગુણવત્તા સૂચકાંક બગડ્યો છે, જેનું સ્તર મનાલીમાં ૨૫૪, અરુમ્બક્કમમાં ૨૧૦ અને પેરુનગુડીમાં ૨૦૧ સુધી પહોંચી ગયું છે.તમિલનાડુ પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ ૨૦૧-૩૦૦ ની વચ્ચેના એકયુઆઇને “નબળા” તરીકે વર્ગીકૃત કરે છે, જે શ્વસનની અગવડતાનું કારણ બની શકે છે; ૩૦૧-૪૦૦ ની વચ્ચેના સ્તરોને “ખૂબ જ નબળા” તરીકે વર્ગીકૃત કરવામાં આવે છે, જ્યારે ૪૦૧-૫૦૦ ની વચ્ચેના સ્તરોને ગંભીર ગણવામાં આવે છે. તબીબોએ લોકોને પ્રદુષણ ઘટાડવા માટે તહેવાર દરમિયાન ફટાકડાનો ઉપયોગ મર્યાદિત કરવા વિનંતી કરી છે.
દિવાળીના દિવસે રાજસ્થાનના શહેરોમાં જારદાર ફટાકડા ફોડવામાં આવ્યા હતા. જયપુરની હવા હાલમાં સૌથી વધુ ઝેરી છે કારણ કે અહીંનો એકયુઆઇ ૩૫૦ને પાર કરી ગયો છે. જયપુર સિવાય રાજસ્થાનના અન્ય ઘણા જિલ્લાઓમાં હવા ગંભીર શ્રેણીમાં છે. એકયુઆઇ રાજસમંદમાં ૩૩૭, ભિવડીમાં ૨૯૧, બિકાનેરમાં ૨૮૩, ભરતપુરમાં ૨૫૭, ચુરુમાં ૨૪૭, સીકરમાં ૨૩૭, હનુમાનગઢમાં ૨૩૫, ધોલપુરમાં ૨૧૬ નોંધાયો હતો.
કોલકાતામાં એર ક્વોલિટી ઈન્ડેક્સ સાંજથી નબળો હતો અને ગુરુવારે રાત્રે પ્રદૂષણનું સ્તર ખતરનાક રીતે ઊંચા સ્તરે પહોંચી ગયું હતું. દિવાળી નિમિત્તે લોકોએ ફટાકડા ફોડ્યા છે. બુધવારે સાંજે, કોલકાતામાં એકયુઆઇ સ્તર ૧૦૦ ને વટાવી ગયું, જે સંવેદનશીલ જૂથો ખાસ કરીને વૃદ્ધ નાગરિકો માટે અનિચ્છનીય માનવામાં આવે છે. કોલકાતાના વિવિધ ભાગો અને નજીકના હાવડા જિલ્લામાં એકયુઆઇ સ્તરમાં સમાન ઘટાડો જાવા મળ્યો હતો. છેલ્લાં કેટલાંક વર્ષોમાં અવલોકન કર્યા મુજબ, આૅક્ટોબરના બીજા અને ત્રીજા અઠવાડિયાથી કોલકાતામાં હવાની ગુણવત્તા બગડવાનું શરૂ થાય છે. શહેરમાં શિયાળા પહેલા હવામાં પ્રદૂષિત તત્વોનો જમાવડો વધી ગયો હતો.
ગઈકાલે રાત્રે દેશભરમાં દિવાળીના તહેવારની ઉજવણી કરવામાં આવી હતી. રાજધાનીમાં, દિલ્હીવાસીઓએ તમામ પ્રતિબંધોને ફૂંકીને મોડી રાત સુધી ફટાકડા ફોડ્યા હતા. જેના કારણે આજે શુક્રવારે આકાશમાં ઝેરી ધુમાડાના વાદળો છવાયા છે. હવાની ગુણવત્તા સતત કથળી રહી હોવાથી રાજધાનીમાં ધુમ્મસનું પાતળું પડ ઘેરાઈ ગયું છે. સીપીસીબીના જણાવ્યા અનુસાર આગામી દિવસોમાં વાયુ પ્રદૂષણમાં વધુ વધારો થવાની સંભાવના છે. જાકે, દ્ગઝ્રઇના ગાઝિયાબાદ, ગુરુગ્રામ, ગ્રેટર નોઈડા અને નોઈડામાં હવાની ગુણવત્તા થોડી સારી હતી.
અહેવાલો અનુસાર, પૂર્વ અને પશ્ચિમ દિલ્હીમાં પ્રચંડ રીતે પ્રતિબંધોનું ઉલ્લંઘન કરવામાં આવ્યું હતું અને જૌનપુર, પંજાબી બાગ, બુરારી અને કૈલાસના પૂર્વ જેવા વિસ્તારોમાં ફટાકડા આકાશને ચમકાવતા હતા. નોઈડા, ગાઝિયાબાદ અને ગુરુગ્રામ સહિત દિલ્હીની આસપાસના વિસ્તારો પ્રમાણમાં વધુ સારા હતા અને આ શહેરોમાં એકયુઆઇ ‘નબળી’ કેટેગરીમાં નોંધવામાં આવ્યો હતો, જ્યારે ફરીદાબાદનો એકયુઆઇ ૧૮૧ નોંધાયો હતો. છેલ્લા ૨૪ કલાકમાં દિલ્હીનો સરેરાશ એકયુઆઇ ૩૩૦
આભાર – નિહારીકા રવિયા નોંધાયો હતો, જે અગાઉના દિવસે ૩૦૭ હતો. ધુમ્મસવાળા આકાશે ૨૦૨૦ના ‘ગંભીર’ પ્રદૂષણની યાદો પાછી લાવી કારણ કે પીએમ ૨.૫ અને પીએમ ૧૦નું સ્તર અનુક્રમે ૧૪૫.૧ અને ૨૭૨ માઈક્રોગ્રામ પ્રતિ ઘન મીટર, રાત્રે ૯ વાગ્યે વધી ગયું હતું.
હરિયાણા અને પંજાબના ઘણા વિસ્તારોમાં દિવાળીની રાત્રે એર ક્વોલિટી ઈન્ડેક્સ ‘ગરીબ’ અને ‘ખૂબ જ નબળી’ શ્રેણીમાં નોંધવામાં આવ્યો હતો. કેન્દ્રશાસિત પ્રદેશ ચંદીગઢમાં પણ ઘણા સ્થળોએ એકયુઆઇ ‘ગરીબ’ શ્રેણીમાં રહ્યો. સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડની સમીર એપ દ્વારા દર કલાકે જાહેર કરાયેલા રાષ્ટÙીય એકયુઆઇ મુજબ, ગુરુવારે રાત્રે ૧૧ વાગ્યે, છઊૈં હરિયાણાના ગુરુગ્રામમાં ૩૨૨, જીંદમાં ૩૩૬ અને ચરખી દાદરીમાં ૩૦૬ નોંધવામાં આવ્યો હતો. એકયુઆઇ અંબાલામાં ૨૦૧, બહાદુરગઢમાં ૨૯૨, ભિવાનીમાં ૨૭૮, બલ્લભગઢમાં ૨૧૧, ફરીદાબાદમાં ૨૪૫, કુરુક્ષેત્રમાં ૨૭૦, પંચકુલામાં ૨૦૨, રોહતકમાં ૨૨૨ અને સોનીપતમાં ૨૫૮ નોંધાયો હતો. માહિતી અનુસાર, ચંદીગઢનો છઊૈં ગુરુવારે રાત્રે ૧૧ વાગ્યે ૨૩૯ નોંધાયો હતો. પંજાબના જલંધરમાં રાત્રે ૧૧ વાગ્યે હવાની ગુણવત્તા સૂચકાંક ૨૫૬ હતો, જ્યારે લુધિયાણામાં તે ૨૩૪, મંડી ગોવિંદગઢમાં ૨૬૬ અને પટિયાલામાં ૨૪૪ હતો.