૨૦ ઓક્ટોબરના રોજ દિવાળીના તહેવારની લોકોએ ફટાકડા ફોડી ધામધૂમથી ઉજવણી કરી હતી. પરંતું ફટાકડાના કારણે હવામાન ખૂબ જ મોટા પ્રમાણમાં પ્રદૂષણનો વધારો જાવા મળ્યો હતો. અમદાવાદમાં રાત્રે એકયુઆઇ (એર ક્વોલિટી ઈન્ડેક્સ) ૩૦૦ પાર પહોંચી જવા પામ્યો હતા. હવામાં ખૂબ જ ખરાબ અને લોકો માટે જાખમી બની જવા પામી હતી.ફટાકડાના કારણે હવામાં ખૂબ જ પ્રદૂષણ ફેલાઈ જવા પામ્યું હતું. જેના કારણે શ્વાસમાં હવા જવાનાકારણે લોકોએ ભારે તકલીફ વેઠવાનો વારો આવ્યો હતો. અમદાવાદના વિવિધ વિસ્તારમાં એર ક્વોલિટી ઈન્ડેક્સ ૨૦૦ થી ઉપર જાવા મળ્યો હતો.શહેરના ચાંદખેડા, નારોલ, બોપલ, શીલજ, સાયન્સ સિટી, ઘાટલોડિયા તેમજ થલતેજ સહિતના વિસ્તારોમાં આરોગ્ય માટે જાખમી હવા બની હતી. અમદાવાદમાં ફટાકડાના કારણે હવામાં ખૂબ જ પ્રદૂષણ ફેલાયું હતું. જેથી લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડે એવી સ્થિતિ ઉભી થવા પામી હતી.રાજ્ય સરકારે દિવાળી પર ફટાકડા ફોડવા અંગે ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે.વાળી એ પ્રકાશનું પર્વ છે. દિવાળીના તહેવારની સમગ્ર દેશમાં ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે. દિવાળીના તહેવાર પર લોકો ફટાકડા ફોડે છે અને આતશબાજી કરેસુપ્રીમ કોર્ટના નિર્દેશનું સ્પષ્ટ રીતે પાલન કરવા રાજ્ય સરકારે નાગરિકોને પાલન કરવા સૂચન કર્યું છે.જા ગાઈડ લાઈન પર વિગતવાર નજર કરીએ તો શહેરના બજારો, શેરીઓ તેમજ જાહેર રસ્તા, પેટ્રોલ પંપ, સીએનજી અને એલપીજી બોટલિંગ પ્લાન્ટ, એલપીજી ગેસના સ્ટોરેજ અને એરપોર્ટની નજીક ફટાકડા ફોડી શકશે નહીં. માત્ર બે કલાક જ ફટાકડા ફોડી શકાશે.સૌથી મહત્વની વાત એ છે કે ભૂતકાળમાં દિવાળીમાં આગના બનાવો બન્યા જેમાં ચાઇનીઝ તુક્કલને કારણે આગની ઘટના સૌથી વધુ હતી. જેથી પોલીસે ચાઇનીઝ તુક્કલ, બલૂનના વેચાણ તેમજ ઉપયોગ સામે પ્રતિબંધ મૂક્યો છે.હોસ્પિટલ, ન‹સગ હોમ, આરોગ્ય કેન્દ્ર, શૈક્ષણિક સંસ્થા, ન્યાયાલયો, ધાર્મિક સ્થળોના ૧૦૦ મીટરના એરિયાને સાયલન્ટ ઝોન ગણી ત્યાં ફટાકડા ફોડી શકાશે નહીં. આ જાહેરનામું બે દિવસના તહેવારમાં બે સમય નક્કી કરાયો છે, જેમાં દિવાળી અને અન્ય તહેવારોમાં ફટાકડા રાત્રે ૮થી રાત્રે ૧૦ વાગ્યા સુધી ફોડી શકશે, જ્યારે નવા વર્ષના દિવસે રાત્રે ૧૧.૫૫ થી રાત્રે ૧૨.૩૦ વાગ્યા સુધી ફોડી શકશે.ગાઈડલાઈન મુજબ વધુ ઘોંઘાટ કરતા ફટાકડા ફોડવા પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. ફટાકડા ઈ કોમર્સ વેબસાઈટ પર વેચાણ થઈ શકશે નહીં. જાહેરનામાનો જા કોઈ ભંગ કરશે તો તેની સામે પોલીસ કાયદેસરની કાર્યવાહી કરશે.