અમરેલી જિલ્લામાં પીજીવીસીએલની ઘોર બેદરકારીને કારણે અમરેલી જિલ્લા સહિત અનેક શહેરોમાં વીજળી ગુલ થતી હોવાથી વેપારીઓમાં ભારે રોષની લાગણી જન્મી છે.
અમરેલી જિલ્લામાં તૌકતે વાવાઝોડા બાદ રાજુલા, જાફરાબાદ, ખાંભા, સાવરકુંડલાના ગ્રામ્ય પંથકોમાં વીજળી હજુપણ અનિયમિત છે ત્યારે હવે દિવાળીનો તહેવાર નજીકમાં હોવા છતા પીજીવીસીએલની બેદરકારીને કારણે છાશવારે લાઈટ ગુલ થતી હોવાથી વેપારીઓને થોડોઘણો વેપાર કરવામાં પણ મુશ્કેલી પડી રહી છે. સાંજના સમયે ઘણીવાર વીજળી ગુલ થતી હોવાથી ગ્રાહકો પણ હાલાકીનો સામનો કરી રહ્યાં છે.
આમ, વેપારીઓને કમાણી કરવાના દિવસો આવ્યા છે ત્યારે વીજ અધિકારીઓની અણઆવડતને કારણે વીજળી ગુલ થતી હોવાથી વેપારી આલમમાં ભારે રોષ ફેલાયો છે.