દીપાવલીના પર્વને લઈ આ વર્ષે લોકોમાં અનેરો થનગનાટ જોવા મળી રહ્યો છે. ગત વર્ષે વેપારીઓ માટે દિવાળી ફિક્કી જોવા મળી રહી હતી તો આ વર્ષે વેપારમાં તેજીનો માહોલ દેખાઈ રહ્યો છે. દિવાળીના તહેવારને લઈ અમરેલીની સરકારી કચેરીઓને રોશનીથી શણગારવામાં આવી છે તો શહેરની મુખ્ય બજારોમાં પણ લાઈટીંગ, ડેકોરેશન જોવા મળી રહ્યું છે. આ વર્ષે દિવાળીમાં લોકોમાં ઉત્સાહ દેખાઈ રહ્યો છે.