દિવાળી અને નવા વર્ષના તહેવારોમાં ૧૦૮ ઇમરજન્સી સર્વિસ દ્વારા અકસ્માતોના કેસોમાં નોંધપાત્ર વૃદ્ધિ થવાની શક્્યતા છે. દિવાળી પર્વ દરમિયાન ૮૩ ટકા  અને નવા વર્ષે અકસ્માતના કેસોમાં ૧૩૧ ટકા વધવાની શકયતા ૧૦૮ ઈમરજન્સી સર્વિસએ વ્યક્ત કરી છે. જેને લઈને ૧૦૮ ઇમરજન્સી દ્વારા ખાસ એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. ઈમરજન્સીને પહોંચી વળવા માટે એમ્બ્યુલન્સની સંખ્યા ૮૦૦થી વધારીને ૧૪૬૦ કરાઈ અને ૫૫૦ નવી એમ્બ્યુલન્સ વધારવામાં આવી છે. ગત વર્ષે દિવાળીમાં ૪૮૫૦ ઈમરજન્સી કોલ્સ આવ્યા હતા. આ વર્ષે અંદાજિત ૭% વધારો થશે. ન્યુ યરના દિવસે ૧૮% અને ભાઈબીજના દિવસે ૧૨% વધારો થાય તેવી શક્્યતા છે. ગત વર્ષના આંકડા ન્યુ યરના દિવસે ૫૭૦૦ અને ભાઈબીજના દિવસે ૫૪૦૦ ઈમરજન્સી કેસ નોંધાયા હતા.દિવાળીના તહેવારમાં બનતી આકસ્મિક અને ઈમરજન્સી ઘટનાઓને ધ્યાનમાં રાખીને ૧૦૮ ઈમરજન્સી તમામ સ્ટાફને સ્ટેન્ડબાય પર રાખવામાં આવશે. જે માટે સાયાનટેફિક એનાલિસિસના આધારે એક્શન પ્લાન તૈયાર કરાયો છે. એમ્બ્યુલન્સની સંખ્યામાં પણ વધારો કરાયો છે.ઈમરજન્સીને પહોંચી વળવા માટે એમ્બ્યુલન્સની સંખ્યા ૮૦૦થી વધારીને ૧૪૬૦ કરાઈ અને ૫૫૦ નવી એમ્બ્યુલન્સ વધારવામાં આવી છે. દિવાળીની ઈમરજન્સીમાં ટેક્નોલોજીના માધ્યમથી કોલરનું મોબાઈલ લોકેશન ટ્રેસ કરીને ઝડપી મદદ પહોંચાડવામાં આવશે. હોસ્પિટલ સાથે સંકલન કરી સરકારી હોસ્પિટલને આગોતરી જાણ કરાશે. ખાનગી હોસ્પિટલમાં તબીબો રજા પર હોવાથી સરકારી હોસ્પિટલ સાથે વિશેષ સંકલન કરાયું છે.દિવાળીમાં ખાસ કરીને પડી જવા, વાહન અકસ્માત, દાજી જવા અને વીજ કરંટ જેવા કેસોમાં વધારો જાવા મળે છે. ગત વર્ષે વાહન અકસ્માતમાં ૧૩૧% વધારો નોંધાયો હતો. અકસ્માતની ઘટનાઓ નિવારવા માટે લોકોએ રોડ સેફ્ટી અને ટ્રાફિકના નિયમોનું પાલન કરવું જાઈએ. સાથે ઈમરજન્સી કોલ્સમાં વધારાનો અંદાજ છે. ગત વર્ષે દિવાળીમાં ૪૮૫૦ ઈમરજન્સી કોલ્સ આવ્યા હતા.આ વર્ષે અંદાજિત ૭% વધારો થશે. પડતર દિવસે ૮%, ન્યુ યરના દિવસે ૧૮% અને ભાઈબીજના દિવસે ૧૨% વધારો થાય તેવી શક્્યતા છે. ગત વર્ષના આંકડા ન્યુ યરના દિવસે ૫૭૦૦ અને ભાઈબીજના દિવસે ૫૪૦૦ ઈમરજન્સી કેસ નોંધાયા હતા. મહત્વનુ છે કે નાગરિકો હાલમાં ૧૦૮ કે ૧૧૨ પૈકી કોઈપણ નંબર પર કોલ કરીને મદદ મેળવી શકે છે તેવી અપીલ પણ કરવામાં આવી છે.