દિલ્હીની તિહાડ જેલમાં બેસી ૨૦૦ કરોડ રૂપિયાની વસુલી કરવાના મામલામાં માસ્ટરમાઇન્ડ સુકેશ ચંદ્રશેખરે જેલની અંદર ખુદને જીવનું જોખ હોવાનું જણાવ્યું છે.તેણે આ બાબતમાં એક પત્ર પટિયાલા હાઉસ કોર્ટને લખ્યો છે.
પટિયાલા હાઉસ કોર્ટના જજને લખેલા પત્ર સુકેશે પોતે લખ્યો છે જેમાં તેણે કહ્યું છે કે જેલમાં અંકિત ગુર્જરની જેમ તેની પણ હત્યા કરાવામાં આવી શકે છે તેણે તિહાડ જેલ પ્રશાસનથી પણ ખુદને જોનનું જોખમ હોવાનું જણાવ્યું છે.સુકેશે પટિયાલા હાઉસ કોર્ટના જજને બંધ કવરમાં પત્ર સોંપી પોતાની જીવને જોખમ હોવાનું બતાવ્યું છે.
આ પત્ર લખ્યા બાદ કોર્ટે જેલ પ્રશાસનથી જવાબ માંગ્યો છે આ સંબંધમાં તિહાડ જેલના ડીજી સંદીપ ગોયલે કહ્યું કે ૨૦૦ કરોડની છેંતરપીડીના આરોપીએ જેલ પ્રશાસન પર લગાવેલા આરોપો પુરી રીતે બેબુનિયાદ છે બેસલેસ છે.
એ યાદ રહે કે તિહાડ જેલમાં એક વર્ષથી બંધ સુકેશ ચંદ્રશેખરે ૨૦૦ કરોડની વસુલી કરી દીધી હતી તપાસમાં જોણવા મળ્યું કે તે જેલમાં દિલ ખોલી પૈસા લુંટાવી રહ્યો હતો તે મહીને લગભગ એક કરોડ રૂપિયા જેલ પ્રશાસનને આપતો હતો.આ વાતનો ખુલાસો દિલ્હી પોલીસની આર્થિક અપરાધ શાખાની ચાર્જશીટમાં થયો હતો.ચાર્જશીટ અનુસાર સુકેશની પાસે જેલમાં એક વર્ષ સુધી આઇફોન ૧૨ પ્રો અને આઇફોન ૧૧ મોબાઇલ હતો આજ મોબાઇલ નંબરોથી તે જેલમાં બેસી બહારના લોકોને ચુનો લગાવતો હતો અને તેમના પૈસા પડાવતો હતો વર્ષભર એકલા જ જેલમાં જ બંધ એક બિઝનેસમેનની પત્નીથી તેણે લગભગ ૨૦૦ કરોડ રૂપિયા વસુલ્યા હતાં અનેકવાર તો પૈસા લેવા માટે તેણે જેલના સ્ટાફને તેમની જ ગાડીમાં મોકલ્યા હતાં.