દિલ્હી સરકાર સોમનાથ સ્વાભિમાન પર્વ સોમનાથ યાત્રાનું આયોજન કરી રહી છે. આ પહેલના ભાગ રૂપે, ૩૦ એપ્રિલના રોજ ૧,૩૦૦ શ્રદ્ધાળુઓને લઈને એક ખાસ ટ્રેન સફદરજંગ રેલ્વે સ્ટેશનથી ગુજરાતના સોમનાથ ધામ માટે રવાના થશે. મુખ્યમંત્રી પોતે ટ્રેનને લીલી ઝંડી આપશે. આ યાત્રા ૧,૦૦૦ વર્ષની અખંડ શ્રદ્ધાની થીમ પર આધારિત છે અને તેનો હેતુ લોકોને તેમના સાંસ્કૃતિક અને આધ્યાત્મિક મૂળ સાથે જાડવાનો છે. આ યાત્રા સંપૂર્ણપણે મફત રહેશે.
ટ્રેન ૩૦ એપ્રિલના રોજ દિલ્હીથી રવાના થશે અને બીજા દિવસે સવારે સોમનાથ પહોંચશે. ૧, ૨ અને ૩ મેના રોજ, શ્રદ્ધાળુઓ ભગવાન શિવના જ્યોતિ‹લગ સોમનાથ મંદિરના દર્શન કરશે અને નજીકના અન્ય મુખ્ય મંદિરોમાં પણ પૂજા કરવાની તક મળશે. યાત્રા દરમિયાન યાત્રાળુઓના રહેવા, ભોજન, પીવાના પાણી અને અન્ય જરૂરી સુવિધાઓ માટે ગુજરાત સરકાર તમામ જરૂરી વ્યવસ્થા પૂરી પાડશે. મુખ્યમંત્રીએ આ બદલ ગુજરાત સરકારનો આભાર વ્યક્ત કર્યો.