દિલ્હી સરકારે લેફ્ટનન્ટ ગવર્નરની ઓફિસને ૧૪ લાંબા સમયથી પડતર કેગ રિપોર્ટ મોકલ્યા છે. લેફ્ટનન્ટ ગવર્નરના સચિવાલયે શનિવારે આ અહેવાલોની પ્રાપ્તીની પુષ્ટિ કરી છે. દિલ્હી વિધાનસભામાં વિપક્ષના નેતાએ હાઈકોર્ટમાં અરજી દાખલ કરીને દિલ્હી સરકારને આ ૧૪ પેન્ડીંગ અહેવાલોને દિલ્હી વિધાનસભામાં રજૂ કરવા સૂચના આપવાની માંગ કરી હતી.શનિવારે માહિતી આપતા રાજ નિવાસે જણાવ્યું હતું કે દોઢ વર્ષથી વધુ સમયના વિલંબ બાદ દિલ્હી સરકારે કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલના તમામ ૧૪ પેન્ડીંગ રિપોર્ટ એલજીને તેમની મંજૂરી માટે મોકલી દીધા છે. દિલ્હી વિધાનસભામાં વિપક્ષના નેતા વિજેન્દર ગુપ્તાએ પહેલાથી જ આપ સરકારને કેગના અહેવાલો રજૂ કરવા માટે વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવા કહ્યું છે, જે આવતા વર્ષે ફેબ્રુઆરીમાં તેની પાંચ વર્ષની મુદત પૂરી કરી રહી છે.
ગુપ્તાએ અગાઉ દિલ્હી હાઈકોર્ટમાં અરજી કરી હતી જેમાં લાંબા સમયથી પડતર રહેલા ૧૪ ઝ્રછય્ રિપોર્ટને વિધાનસભામાં રજૂ કરવા સરકારને નિર્દેશ આપવાનો આદેશ આપવામાં આવ્યો હતો. આ મુદ્દે સત્તાધારી આમ આદમી પાર્ટી તરફથી તાત્કાલિક કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી.લેફ્ટનન્ટ ગવર્નરના કાર્યાલયે એક નોંધમાં જણાવ્યું હતું કે, “દિલ્હી હાઈકોર્ટના કોઈપણ પ્રતિકૂળ આદેશના ડરથી,આપ સરકારે ઉતાવળમાં લાંબા સમયથી પડતર કેગ અહેવાલો એલજીને સુપરત કર્યા છે જેથી કરીને અહેવાલને વિધાનસભામાં મૂકીને સાર્વજનિક કરી શકાય.”
૧૪ પેન્ડીંગ કેગ રિપોર્ટ્સમાંથી ૧૧ એ સમયના છે જ્યારે અરવિંદ કેજરીવાલ દિલ્હીના મુખ્યમંત્રી હતા. આ અહેવાલોમાં ડીટીસી, જાહેર આરોગ્ય અને મોહલ્લા ક્લીનિક્સ, રાજ્ય ઉપક્રમોના અહેવાલોનો સમાવેશ થાય છે.”તેની છબી બચાવવા માટે, સરકારે સુનાવણીના એક દિવસ પહેલા, ૧૧ ડિસેમ્બરના રોજ બપોરે ૩ઃ૩૦ વાગ્યે ૧૨ અહેવાલો ઉતાવળમાં મોકલ્યા અને બાદમાં સુનાવણી પૂરી થયા પછી બાકીના બે રિપોર્ટ ૧૨ ડિસેમ્બરે સાંજે ૭ઃ૫૦ વાગ્યે મોકલ્યા.” એલજી ઓફિસે નોંધમાં જણાવ્યું હતું કે એલજી સચિવાલયને રિપોર્ટ મોકલ્યો છે.રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે આ રિપોર્ટ લગભગ ૫૦૦ દિવસ સુધી નાણામંત્રી આતિશી પાસે રહ્યો. કેગ રિપોર્ટ રજૂ કરવા માટે દિલ્હી સરકારે હજુ સુધી વિધાનસભા સત્રની તારીખ જાહેર કરી નથી.