દિલ્હીમાં વીજળી બચાવવા માટે દિલ્હી સરકારે નવી ફોર્મ્યુલા શોધી કાઢી છે. હકીકતમાં, દિલ્હીની તમામ સરકારી ઇમારતોમાં બીએલડીસી પંખા, ૫ સ્ટાર રેટેડ એર કંડિશનર અને અન્ય ઉચ્ચ કાર્યક્ષમતાવાળા ઉપકરણો સહિત ઊર્જા-કાર્યક્ષમ ઉપકરણોનો ઉપયોગ ફરજિયાત કરવામાં આવ્યો છે. આ પ્રસ્તાવને દિલ્હીના મુખ્યમંત્રી આતિશીએ મંજૂરી આપી દીધી છે. જાકે, આ પ્રસ્તાવને અંતિમ મંજૂરી માટે લેફ્ટનન્ટ ગવર્નરને મોકલવામાં આવશે. એક સત્તાવાર રીલીઝમાં જણાવાયું છે કે આ પગલાથી વીજળીના વપરાશમાં નોંધપાત્ર ઘટાડો થશે અને દિલ્હી સરકારને વાર્ષિક કરોડો રૂપિયાની બચત થશે.
આ બાબતે દિલ્હીના સીએમ આતિશીએ કહ્યું કે અમારી સરકારે નિર્ણય લીધો છે કે દિલ્હી સરકારની તમામ સરકારી ઇમારતોમાં બીએલડીસી પંખા, ૫ સ્ટાર રેટેડ એર કંડિશનર અને અન્ય ઉર્જા-કાર્યક્ષમ ઉપકરણોનો ઉપયોગ ફરજિયાત કરવામાં આવ્યો છે. તેનાથી વીજળીનો વપરાશ ઘટશે અને દિલ્હી સરકારને ઘણો નફો થશે. આ ઉપરાંત તેઓ હરિયાળા ભવિષ્યના નિર્માણમાં પણ મહત્વપૂર્ણ યોગદાન આપશે. તેમણે કહ્યું કે દિલ્હીની પહેલ સમગ્ર દેશ માટે એક મોડેલ તરીકે કામ કરશે. આ નિર્ણય એ પણ દર્શાવશે કે કેવી રીતે તકનીકી નવીનતા અને અસરકારક નીતિઓ ઉર્જા સંરક્ષણને પ્રોત્સાહન આપી શકે છે.
આતિશીએ વધુમાં જણાવ્યું હતું કે તેનો ઉદ્દેશ્ય ઉર્જા કાર્યક્ષમ સાધનોના ઉપયોગ દ્વારા સરકારી ઇમારતોમાં વીજળી બચાવવાનો છે. તેમણે કહ્યું કે દિલ્હીમાં સરકારી ઈમારતો વીજળીના સૌથી મોટા ગ્રાહકોમાંથી એક છે. દિલ્હી સરકારના વિભાગો દ્વારા દર વર્ષે ૨૦૦૦ મિલિયન યુનિટથી વધુ વીજળીનો વપરાશ થાય છે. તેની કિંમત પ્રતિ યુનિટ રૂ. ૮.૫૦ થી રૂ. ૧૧.૫૦ વચ્ચે છે. રિલીઝમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે આના પરિણામે ૧૯૦૦ કરોડ રૂપિયાથી વધુનું વાર્ષિક વીજળી બિલ આવશે.