દિલ્હીમાં લાલ કિલ્લા પાસે કાર બોમ્બ વિસ્ફોટ અને ફરીદાબાદમાંથી વિસ્ફોટકો મળી આવ્યા બાદ, ગુજરાત પોલીસે રાજ્યમાં રાષ્ટ્રવિરોધી તત્વોની શોધખોળનો આદેશ આપ્યો છે.ડીજીપી વિકાસ સહાયે ગુજરાત પોલીસને છેલ્લા ૩૦ વર્ષમાં રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિઓ માટે લોકો સામે નોંધાયેલા કેસોની સંખ્યાની વિગતો આપવા કહ્યું છે. સહાયે પોલીસને ૧૦૦ કલાકનો સમય આપ્યો છે. ડીજીપી વિકાસ સહાયે જણાવ્યું હતું કે ગુજરાત એન્ટી-ટેરરિઝમ સ્ક્વોડ  દ્વારા શંકાસ્પદ આતંકવાદીઓની ધરપકડ અને ત્યારબાદ ફરીદાબાદમાં વિસ્ફોટકો મળી આવ્યા બાદ દિલ્હી વિસ્ફોટોના પ્રકાશમાં આ આદેશ જાહેર કરવામાં આવ્યો હતો.ડીજીપીએ તેમના આદેશમાં જણાવ્યું હતું કે પોલીસ રિપોર્ટમાં રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિઓમાં અગાઉ નામ ધરાવતા વ્યક્તિઓની વર્તમાન પ્રવૃત્તિઓનો ખુલાસો કરવો જાઈએ. પોલીસ વડાનો આ નિર્દેશ એટીએસ  દ્વારા આતંકવાદી હુમલાનું કાવતરું ઘડવાના આરોપમાં ત્રણ વ્યક્તિઓની ધરપકડ કર્યાના લગભગ એક અઠવાડિયા પછી આવ્યો છે.ડીજીપીએ પ્લેટફોર્મ એકસ પર શેર કરેલા એક વિડિયો સંદેશમાં જણાવ્યું હતું કે ૮ નવેમ્બરના રોજ, ગુજરાત એન્ટી-ટેરરિઝમ સ્ક્વોડ એ કેટલાક રાષ્ટ્રવિરોધી તત્વોની ધરપકડ કરી હતી અને તેમની પાસેથી શ†ો અને દારૂગોળો જપ્ત કર્યો હતો. બાદમાં, ફરીદાબાદમાં આતંકવાદ વિરોધી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, અને દિલ્હીમાં બોમ્બ વિસ્ફોટ પણ થયો હતો. ડીજીપી વિકાસ સહાયે, વીડિયો સોન્ફર્સિંગ દ્વારા, રાજ્યના તમામ પોલીસ સ્ટેશનોને નિર્દેશ આપ્યો  હતો કે છેલ્લા ૩૦ વર્ષથી રડાર પર રહેલા તમામ રાષ્ટ્રવિરોધી તત્વોની યાદી અપડેટ કરવામાં આવે. વરિષ્ઠ આઇપીએસ અધિકારીએ જણાવ્યું હતું કે યાદી અપડેટ કર્યા પછી, વિવિધ પોલીસ એકમોના વડાઓને તેમની વર્તમાન પ્રવૃત્તિઓની સંપૂર્ણ તપાસ કરવા માટે કહેવામાં આવ્યું છે.