દિલ્હીમાં આગામી વિધાનસભા ચૂંટણીને લઈને ઉત્તેજના વધી ગઈ છે. આજે આમ આદમી પાર્ટીનીએક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી જેમાં ચર્ચા બાદ પાર્ટીએ ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. આપની પ્રથમ યાદીમાં કુલ ૧૧ ઉમેદવારોના નામ છે. આમ આદમી પાર્ટીએ અન્ય પાર્ટીઓના ઘણા નેતાઓને પણ ટિકિટ આપી છે. હાલમાં જ ભાજપ છોડીને આપમાં જોડાયેલા અનિલ ઝાનું નામ પણ છે.
જે ૧૧ ઉમેદવારોના નામ બહાર આવ્યા તેમાં બ્રહ્મા સિંહ તંવર છતરપુરથી ચૂંટણી લડશે.,અનિલ ઝા કિરારીથી આપના ઉમેદવાર હશે,દીપક સિંઘલા વિશ્વાસ નગરથી ચૂંટણી લડશે,સરિતા સિંહ રોહતાસ નગરથી આપના ઉમેદવાર હશે,બીબી ત્યાગી લક્ષ્મી નગરથી આપના ઉમેદવાર હશે,રામ સિંહ નેતાજી બાદરપુરથી ઉમેદવાર હશે,ઝુબેર ચૌધરી સીલમપુરથી આપના ઉમેદવાર હશે.,વીર સિંહ ધીંગાન સીમાપુરીથી ચૂંટણી લડશે.,ગૌરવ શર્મા ઘોંડાથી ચૂંટણી લડશે,મનોજ ત્યાગી કરવલ નગરથી આપના ઉમેદવાર હશે,સોમેશ શૌકીન મટિયાલાથી આપના ઉમેદવાર હશે.
આમ આદમી પાર્ટીએ જે નેતાઓને ટિકિટ આપી છે તેમાં બ્રહ્મ સિંહ તંવર અને અનિલ ઝા તાજેતરમાં જ ભાજપ છોડીને આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. બીબી ત્યાગી ૫ નવેમ્બરે ભાજપ છોડીને આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. ઝુબેર ચૌધરી થોડા સમય પહેલા કોંગ્રેસ છોડીને આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. વીર સિંહ ધીંગાન પણ એક અઠવાડિયા પહેલા કોંગ્રેસ છોડીને આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. સોમેશ શૌકીન પણ તાજેતરમાં કોંગ્રેસ છોડીને આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા.