દિલ્હી વિધાનસભા દ્વારા કોરોના વોરીયર્સ માટે સ્મારકનું કરવામાં આવશે જેનો અનાવરણ કાર્યક્રમ તા.૨૬ જોન્યુઆરીના રોજ યોજોશે. સ્પીકર રામ નિવાસ ગોયલે જણાવ્યું હતું કે દિલ્હી એસેમ્બલી રોગચાળા દરમિયાન તેમના સર્વોચ્ચ બલિદાન અને નોંધપાત્ર કાર્યને માન આપવા માટે તેના પરિસરમાં ડોકટરો, નર્સો અને પેરામેડીકલ સ્ટાફ, સ્વચ્છતા કર્મચારીઓ અને શિક્ષકો સહિત કોરોના યોદ્ધાઓ માટે આ સ્મારકનું નિર્માણ કરવામાં આવનાર છે.
તેઓએ રોગચાળા દ્વારા માવજતને બચાવવા માટે સર્વોચ્ચ બલિદાન આપ્યુ છે તેથી તેમના સન્માનમાં અમે દિલ્હી એસેમ્બલીમાં કોરોના વોરીયર્સ મેમોરીયલનું નિર્માણ કરશુ તથા તેમની ફરજ અને સર્વોચ્ચ બલિદાન વિશેની માહિતી ધરાવતો એક પથ્થરનો શિલાલેખ ઉભો કરવામાં આવશે. વધુમાં ગોયલે જણાવ્યું કે દિલ્હી વિધાનસભા પરિસરમાં પ્રવેશ દ્વાર પાસે વિઠ્ઠલભાઈ પટેલની પ્રતિમાની પાછળ કોરોના યોદ્ધા સ્મારક બનાવવામાં આવશે તથા ઐતિહાસિક દિલ્હી વિધાનસભાને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવામાં આવશે.