દિલ્હી મેરઠ એકસપ્રેસ વેમાં ૨૦ કરોડ રૂપિયાથી વધુ વળતર આપવાના મામલાનો રિપોર્ટ કમિશ્નર પ્રભાતકુમારે મુખ્યમંત્રી આદિત્યનાથને સોંપ્યો હતો.તેમાં કહેવામાં આવ્યું હતું કે ૨૦૦૪ બેંચની આઇએએસ નિધિ કેસરવાની ૨૦ જુલાઇ ૨૦૧૬થી ૨૮ એપ્રિલ ૨૦૧૭ સુધી ગાઝિયાબાદની ડીએમ રહી હતી આ મણિપુર કેડરની અધિકારી છે નિધિ કેસરવાની પર આરોપ છે કે દિલ્હી મેરઠ એકસપ્રેસ વે પર નકકી કરવામાં આવેલ રકમથી ૬ ગણું વધારે વળતર કરવામાં આવ્યું છે આ રીતના વળતરમાં ૨૦ કરોડથી વધુના ભ્રષ્ટ્રાચારનો ખેલ કરવામાં આવ્યો છે આ જમીનનું અધિગ્રહણ,કુશાલિયા જાસના રસુલપુર સિકરોડ વિસ્તારમાં કરવામાં આવ્યું
આ જમીનનું અધિગ્રહણ ૨૦૧૧-૧૨માં ૭૧ હેકટર જમીન પર થયું હતું ત્યારબાદ ૨૦૧૩માં એવોર્ડ જાહેર કરવામાં આવ્યો હતો.૨૦૧૬માં ૨૩ કિસાનોએ મેરઠ તાલુકના કમિશ્નરથી ફરિયાદ કરી હતી તેમનું કહેવુ હતું કે જમીન એકસપ્રેસ વેમાં અધિગ્રહીત કરવામાં આવી છે પરંતુ તેમને વળતર મળ્યું નથી ત્યારબાદ શાસને તેના પર તપાસ રિપોર્ટ માંગ્યો
હતો આ સમગ્ર મામલામાં બે આઇએએસ અધિકારી અને એક પીસીએસ અધિકારીના સામેલ હોવાની વાત કહેવામાં આવી રહી છે.
તપાસમાં સામે આવ્યું કે ભૂમિ અધિગ્રહણની કલમ ૩ ડી હોવા છતાં જમીનને અધિકારીઓના સંબંધી,પરિવારજનોએ ખરીદી જયારે આ કલમની કાર્યવાહી બાદ સંબંધિત ક્ષેત્રમાં જમીનની ખરીદ વેચાણ પર રોક લાગી જાય છે આરોપ છે કે ભૂ અર્જન વિભાગ અને ડીએમે મિલીભગત કરતા ૧૦ ગણા સુધી વળતર ઉઠાવી લીધુ સમગ્ર મામલામાં ગાઝિયાબાદના તે સમયના ડીએમ વિમલ શર્મા અને નિધિ કેસરવાનીની ભૂમિકાને શંકાસ્પદ માનવામાં આવી છે તપાસમાં એ પણ માહિતી મળી છે કે તે સમયના એડીએમના પુત્રે પણ ૨૦૧૩માં જમીન ખરીદી હતી જેનું વળતર કરવામાં આવ્યું હતું જમીન એક કરોડ ૭૫ લાખ પાંચ હજાર ૫૩૯ રૂપિયામાં ખરીદી ગઇ અને આર્બિટ્રેશન બાદ તેની કીંમત ૯ કરોડ ૩૬ લાખ ૭૭,૪૪૭ થઇ આ રીતે તેને સાત કરોડ ૫૮ લાખ ૭૧ હજાર ૯૧૦ રૂપિયાનો લાભ થશે
જીલ્લા પ્રશાસને તે સમયના અમીન સંતોષકુમારની પત્ની લોકેશન બેનીવાલ,મામા રનવીર સિંહ અને પુત્ર દીપક ઉપરાંત વહૂ વગેરેને નાહલમાં ૯ ખસરા નંબરોની જમીન અધિસુચના જારી થયા બાદ ખરીદી આ જમીનને ૩ કરોડ ૫૪ લાખ ૨૦ હજાર ૪૪૨ રૂપિયામાં ખરીદવામાં આવી હતી તેનું વળતર ૧૪ કરોડ ૯૧ લાખ ૮૫ હજાર ૪૨૯ રૂપિયા બનાવ્યા હતાં.
આ રીતે પ્રશાસનિક અધિકારીઓની મદદથી ૧૧ કરોડ ૩૭ લાખ ૬૪ હજાર ૯૮૭ રૂપિયાનો લાભ પહોંચાડવામાં આવ્યો આશ્ચર્યવાની વાત એ છે કે આ જમીનોના કારણે દિલ્હી મેરઠ એકસપ્રેસનું કામ લાંબા સમય સુધી અટકેલુ રહ્યું નિર્માણ કાર્યમાં વિલંબ થયો ચાર ગામ ડાંસના કુશલિયા નાહલ અને રસુલપુર સિકરોડમાં લગભગ ૧૯ હેકટર જમીનનું અધિગ્રહણ અટકયું છે છ એકર જમીન દિલ્હી મેરઠ એકસપ્રેસ વેમાં જવાની છે અહીં એકસપ્રેસ વેની ત્રણ કિમીનો હિસ્સો તેમાં ફલાયેલ છે.