(એ.આર.એલ),નવીદિલ્હી,તા.૨૧
કુખ્યાત ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈના ખાસ ગુનેગાર હાશિમ બાબા પર દિલ્હી પોલીસે તેની પકડ વધુ કડક કરી છે. પોલીસે ગેંગસ્ટર હાશિમ બાબા પર મકોકા લગાવ્યો છે. હાશિમ બાબા ઉપરાંત લોરેન્સ ગેંગમાં સામેલ ૮ થી ૧૦ ગુનેગારો પર પણ ર્સ્ઝ્રંઝ્રછ લગાવવામાં આવ્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર હાશિમ બાબા વિરુદ્ધ એક ડઝનથી વધુ કેસ નોંધાયેલા છે. જેમાં હત્યાના કાવતરામાં સામેલ હોવાના આરોપ, ખંડણી એક્ટ, આર્મ્સ એક્ટ, પાસપોર્ટ એક્ટ જેવા કેસ નોંધાયેલા છે.
તમને જણાવી દઈએ કે ગેંગસ્ટર હાશિમ બાબા વર્ષ ૨૦૨૦થી દિલ્હીની તિહાર જેલમાં બંધ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, હાશિમ બાબા અને તેની ગેંગમાં સામેલ બદમાશો સામે પણ મકોકા હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. જેમાં રાશિદ કેબલવાલા, સચિન ગોલુ, સોહેલ, શાહરૂખ જેવા ગુનેગારોના નામ પણ સામેલ છે. આ તમામ લાંબા સમયથી હાશિમ બાબા ગેંગ માટે ગુનાહિત પ્રવૃતિઓ આચરતા હતા. પોલીસે આ ગુનેગારો સામે કાર્યવાહી કરવા મકોકા હેઠળ કાર્યવાહી હાથ ધરી છે.
મહારાષ્ટÙ કંટ્રોલ ઓફ ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ એક્ટ એ ગુનેગારો માટે બનેલો કાયદો છે. તેનો ઉદ્દેશ્ય સંગઠિત અપરાધ અને અંડરવર્લ્ડ ગુનાઓને રોકવાનો છે. આ કાયદો મહારાષ્ટÙ સરકારે ૧૯૯૯માં ગુનેગારોને અંકુશમાં લેવા માટે બનાવ્યો હતો અને વર્ષ ૨૦૦૨માં દિલ્હી સરકારે પણ તેનો અમલ કર્યો હતો. જા મકોકા લાગુ કર્યા પછી કોઈપણ આરોપી સામે કાર્યવાહી કરવામાં આવે છે, તો તેને જ્યાં સુધી તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી જામીન મળતા નથી અને તે જેલના સળિયા પાછળ રહે છે. એમસીઓસીએ હેઠળ કેસ નોંધવા માટે, તે જરૂરી છે કે કોઈપણ ગુનેગારે છેલ્લા ૧૦ વર્ષમાં ઓછામાં ઓછા બે સંગઠિત ગુનાઓમાં ભૂમિકા ભજવી હોય.