(એ.આર.એલ),નવીદિલ્હી,તા.૧૫
આ દિવસોમાં દિલ્હી ગેસ ચેમ્બર બની ગયું છે. કોંગ્રેસ પાર્ટીના નેતા પ્રિયંકા ગાંધીએ પણ ગુરુવારે કહ્યું હતું કે દિલ્હી ગેસ ચેમ્બર બની ગયું છે. વાયનાડની હવા સારી છે. ગુરુવારે દિલ્હીનું એકયુઆઇ સ્તર ૪૦૦ને પાર કરી ગયું હતું. પ્રદૂષણના સ્તરને ધ્યાનમાં રાખીને ૧૫ નવેમ્બરે જીઆરએપી ૩ લાગુ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેના કારણે દિલ્હીમાં બાંધકામ સંબંધિત કામો અટકી શકે છે. આ ઉપરાંત ઈમારતોના ડિમોલિશન અને બાંધકામ અને ખાણકામને લગતી પ્રવૃત્તિઓ સંપૂર્ણપણે બંધ થઈ જશે. ઉપરાંત, સરકાર શાળાઓમાં રજાનો નિર્ણય લીધો છે.
જા દિલ્હીના એકયુઆઇની વાત કરીએ તો દિલ્હીના અલીપુરનો એકયુઆઇ ૩૯૮ છે, આનંદ વિહાર ૪૪૧ છે, અશોક વિહાર ૪૪૦ છે, ચાંદની ચોક ૩૪૭ છે, બવાના ૪૫૫ છે, મથુરા રોડ ૩૯૯ છે, ઇન્દિરા ગાંધી એરપોર્ટ ૪૪૬ છે, દિલશાદ ગાર્ડ છે. નરેલામાં ૪૦૭, ૪૪૭, દિલ્હી યુનિવર્સિટી નોર્થ કેમ્પસમાં ૪૪૮, નેહરુ નગરમાં ૪૮૦, ઓખલા ફેઝ ૨માં ૪૨૨, દ્વારકામાં ૪૪૪, પંજાબી બાગમાં ૪૪૩, પતપરગંજમાં ૪૭૫, પુરામાં ૪૪૮, આરકે પુરમમાં ૪૭૭, રોહીનીમાં ૪૭૭ આઇટીઓમાં ૪૫૮ એકયુઆઇ ૩૫૮,જેએલએન સ્ટેડિયમમાં ૪૪૪, જહાંગીરપુરીમાં ૪૬૮, નજફગઢમાં ૪૦૪, લોધી રોડમાં ૩૧૪ નોંધાયા છે.
દિલ્હીની હવાની ગુણવત્તા અત્યંત ખરાબથી ગંભીર શ્રેણીમાં ગઈ છે. આ અંગે દિલ્હી સરકારે ગુરુવારે ગ્રીન વોર રૂમમાં પર્યાવરણ વૈજ્ઞાનિકો સાથે બેઠક યોજી હતી. આ બેઠક બાદ પર્યાવરણ મંત્રી ગોપાલ રાયે દિલ્હીમાં ગ્રુપ ૩ની ગાઈડલાઈનનું કડકાઈથી પાલન કરવા સૂચના આપી હતી. ડેટા અનુસાર, દિલ્હીમાં સરેરાશ એકયુઆઇ ૪૦૪ પર પહોંચી ગયો છે. એટલે કે દિલ્હીની હવા હવે ‘વેરી સિરિયસ કેટેગરીમાં’ પહોંચી ગઈ છે. નજફગઢમાં સૌથી ખરાબ હવા છે.