ધારી ખેડૂત કૃષિ ઉત્પાદક અને પ્રોસેસિંગ સહકારી મંડળી લિમિટેડને ACCESS ડેવલપમેન્ટ સર્વિસ FPO ઈમ્પૅક્ટ એવોડ્ર્સ ૨૦૨૫માં ‘FPOઓફ ધ યર લાર્જ’ શ્રેણી હેઠળ વિજેતા જાહેર કરવામાં આવી છે. આ પ્રતિષ્ઠિત પુરસ્કાર માટે મંડળીના પ્રમુખ ભાવનાબેન ગોંડલીયાનું સન્માન કરવામાં આવશે. આ સન્માન ઈફ્કોના ચેરમેન દિલીપભાઈ સંઘાણી અને અમર ડેરીના ચેરમેન અશ્વિન સાવલિયા સહિતના અગ્રણી સહકારી નેતાઓની હાજરીમાં થયું હતું, જેમણે ભાવનાબેન ગોંડલીયાના યોગદાનને બિરદાવ્યું હતું. ર્હ્લઁં ઈમ્પૅક્ટ એવોડ્ર્સ પ્રેઝન્ટેશન સમારોહ આજે દિલ્હીમાં વિન્ડસર પ્લેસ હોટલ મેરિડિયન ખાતે લાઇવલીહૂડ્સ ઇન્ડિયા સમિટ દરમિયાન યોજાશે. આ એવોર્ડ અસાધારણ પ્રદર્શન અને ખેડૂતોની આજીવિકાને પ્રોત્સાહન આપવાની પ્રતિબદ્ધતાના આધારે આપવામાં આવે છે. ભાવનાબેન ગોંડલીયા સમારોહમાં વિશેષ ઉપસ્થિત રહેશે.








































