(એ.આર.એલ),નવીદિલ્હી,તા.૧૭
માત્ર દિલ્હી-એનસીઆરના લોકો જ પાવર કટની સમસ્યાનો સામનો કરી રહ્યા નથી. આ વખતે દિલ્હી એરપોર્ટની લાઈટો પણ બંધ થઈ ગઈ છે. વાસ્તવમાં દિલ્હી એરપોર્ટ પર છેલ્લા ૨૦ મિનિટથી વીજળી નથી. આ પાવર કટના કારણે એરક્રાફ્ટની કામગીરી ખોરવાઈ ગઈ છે. આ કારણે ઘણા વિમાનો મોડા ઉડી રહ્યા છે. તમને જણાવી દઈએ કે ટર્મિનલ ૨ થી ઘણી ફ્લાઈટ્‌સ માત્ર વિલંબિત જ નથી પણ કેન્સલ પણ થઈ છે. તમને જણાવી દઈએ કે એરપોર્ટ પર પાવર કટના કારણે રાજધાની દિલ્હીના એરપોર્ટ પર અંધારપટ છવાઈ ગયો છે. જેના કારણે એરપોર્ટ પર તમામ કામગીરી ઠપ થઈ ગઈ છે. ફ્લાઈટમાં વિલંબ હોય કે કાળઝાળ ગરમી, દિલ્હી એરપોર્ટ પર મુસાફરોને અનેક સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે.
અહેવાલો અનુસાર, એરપોર્ટની લાઈટો કપાઈ જવાના કારણે આંતરરાષ્ટÙીય અને સ્થાનિક બંને ફ્લાઈટને અસર થઈ છે. પાવર કટના કારણે મુસાફરોને ગરમીનો સામનો કરવો પડી રહ્યો છે. આ ઉપરાંત મુસાફરો ચેક-ઈન કરી શકતા નથી અને સુરક્ષા ચેક-ઈન પણ ઠપ્પ થઈ ગયું છે. ખરેખર, ડોર ફ્રેમ મેટલ ડિટેક્ટરનો ઉપયોગ સુરક્ષા માટે થાય છે. આ માટે વીજળીની જરૂર પડે છે. આ સાથે જ ઈમિગ્રેશન બ્યુરોના તંત્રની સાથે એરોબ્રિજની કામગીરી પણ ઠપ્પ થઈ ગઈ છે. આનું પરિણામ એ આવ્યું છે કે કેટલાક એરપોર્ટ માટે દિલ્હી એરપોર્ટ સંપૂર્ણપણે બ્લેક આઉટ થઈ ગયું છે એટલે કે ગાયબ થઈ ગયું છે.તમને જણાવી દઈએ કે આવી ઘટનાઓ ભાગ્યે જ કોઈ એરપોર્ટ પર જાવા મળે છે. ખાસ કરીને જ્યારે એરપોર્ટ દેશની રાજધાની દિલ્હીમાં હોય ત્યારે આવી ઘટના બહુ જ દુર્લભ માનવામાં આવે છે. જા કે, હવે એવી માહિતી સામે આવી રહી છે કે લગભગ ૨૦ મિનિટ સુધી લાઈટો કપાયા બાદ હવે દિલ્હી એરપોર્ટ પર લાઈટો
પાછી આવી ગઈ છે. તેમજ તમામ સેવાઓ પુનઃસ્થાપિત કરવામાં આવી છે. પરંતુ આ સિસ્ટમોને ફરીથી શરૂ કરવામાં ઘણો સમય લાગ્યો છે. જેના કારણે ફ્લાઈટ ઓપરેશન પુનઃ શરૂ કરવામાં ઘણો સમય લાગ્યો હતો.