લોકસભા ચૂંટણીમાં અખિલેળ યાદવની પાર્ટી મળેલી સફળતા પછી તેઓ સતત ભાજપ અને યોગી પર તીખો હુમલો કરી રહ્યા છે. રાજ્યમાં નવ સીટો પર થનારી પેટા ચૂંટણીમાં પ્રચાર દરમ્યાન જીઁપ્રમુખ ભાજપની હારનો દાવો કરી રહ્યા છે. તેઓ વારંવાર કહેતા રહે છે કે યોગીની ખુરશી જવાની છે.
દિલ્હીવાળા તેમને મુખ્યમંત્રીની ખુરશીથી હટાવવા માટે તક શોધી રહ્યા છે. હવે તેઓ કહે છે કે મહારાષ્ટ્ર ચૂંટણી પછી તેમની ખુરશી જવાની છે. ભાજપના નકારાત્મક રાજકારણને લોકોએ નકાર્યું છે. ઈન્ડીયા ગઠબંધનની જીત થશે. મુખ્યમંત્રી યોગીની ખુરશી જવી નિશ્ચિત છે. મહારાષ્ટ્રના ચૂંટણી પરિણામો આવતાં તેમની ખુરશી જશે, એમ તેમણે કહ્યું હતું. તેઓ ઈવીએમ અને પોલીસ વહીવટી તંત્ર પર વારંવાર સરકારની મદદ કરવાનો આરોપ લગાવતા રહે છે. પેટા ચૂંટણી માટે પ્રચાર દરમ્યાન તેમણે એ આરોપ વારંવાર લગાવ્યા હતા. હવે ઈફસ્ અને હેરફેર કરીને એ લોકો નથી જીતવાના. ભાજપ રાજ્યમાં ખતમ થઈ ગયો છે. રાજ્યની જનતા ઈન્ડીયા ગઠબંધનની સાથે જવાનું મન બનાવી ચૂકી છે.
ઉત્તર પ્રદેશમાં ૧૦ ખાલી બેઠકોમાંથી નવ બેઠકો પર પેટા ચૂંટણી યોજાઈ રહી છે. ગાઝિયાબાદ ઉપરાંત પીમાં ફુલપુર, મઝવાન, ખેર, મીરાપુર, સિસામાઉ, કટેહારી, કરહાલ અને કુંડારકી બેઠક પર પેટા ચૂંટણી યોજવામાં આવી રહી છે.