દેશની રાજધાની દિલ્હીમાં પ્રદૂષણમાં વધારો થયો છે. ત્યારે આ વચ્ચે પ્રદૂષણને લઈને કેજરીવાલ સરકારે મોટો નિર્ણય કર્યો છે. જેમાં રાજધાનીમાં ૨૧ નવેમ્બર સુધી બાંધકામના તમામ કાર્યો પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. તો બીજી તરફ સરકારી વિભાગોમાં ૧૦૦% વર્ક ફોર્મ હોમ લાગુ કરવામાં આવ્યું છે, આ સિવાય ઘણા મોટા નિર્ણયો લેવામાં આવ્યા છે.
દિલ્હીના પર્યાવરણ મંત્રી ગોપાલ રાયે બુધવારે પ્રેસ કોન્ફર્નસ કરી હતી. આ દરમ્યાન તેમણે જણાવ્યું કે વધતા પ્રદૂષણને લઈને કેરીવાલ સરકારે રાજધાનીમાં ઘણા સખ્ત નિર્ણયો લીધા છે. પત્રકારપરિષદમાં ઉલ્લેખ કર્યો કે હવેથી દિલ્હીમાં જરૂરીયાતની સેવાઓ સેવાના અન્ય ટ્રકોની એન્ટ્રી પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. ત્યારે બીજી તરફ ૧૦૦૦ સીએનજી ખાનગી બસોને અવતીકાલથી ભાડે લેવામાં આવશે. આ સિવાય ડીડીએમએને મેટ્રો અને બસમાં ઉભા રહીને મુસાફરી કરવાની મંજૂરી માંગી છે. સાથે સાથે દિલ્હીમાં ૧૦ વર્ષ જુની ડીઝલ અને ૧૫ વર્ષ જુના વાહનોની લિસ્ટ પોલીસને સોંપવામાં આવી છે.
તમને જણાવી દઈએ કે સરકાર પ્રદૂષણને નિયંત્રણમાં લાવવા માટે ઘણા પ્રકારના અભિયાન ચલાવી રહી છે. દિલ્હીમાં પ્રદૂષણના વધતા સ્તરને જાઈને વાહનવ્યવહાર વિભાગે પ્રદૂષણ ફેલાવવાળી કારો વિરુદ્ધ અભિયાન વધાર્યું છે, પ્રદૂષણને રોકવા માટે પેટ્રોલ પંપો પર પીયુસીની તપાસ કરવામાં આવશે. બીજી તરફ પેટ્રોલ પંપ પર પોલ્યુશન અંડર કંટ્રોલ સર્ટિફિકેટ નહીં હોય જે વાહન ચાલકો પેટ્રોલ ભરાવતા હશે તે સમયે હવે ૧૦ હજાર રૂપિયાનું ચલાણ કપાશે. આ માટે તંત્રે તેમની ટીમને પેટ્રોલ પંપ પર પોતાની ટીમને તૈનાત કરી છે.
આરટીઆઇ દ્વારા ખુલાસો થયો છે કે છેલ્લા ૭ વર્ષમાં દિલ્હીના લોકોએ પર્યાવરણ કર તરીકે ૧૪૦૦ કરોડ ચૂકવ્યા છે. હજુ પણ દિલ્હીના લોકોને પ્રદુષિત હવા જ મળી રહી છે. આ સવાલ પર ગોપાલ રાયે કહ્યું કે દિલ્હી સરકાર દ્વારા એકત્ર કરાયેલ ટેક્સનો ઉપયોગ ઈ-રિશા અને ઇલેક્ટ્રિક વાહનોના પ્રમોશન માટે સબસિડી આપવા માટે કરવામાં આવ્યો હતો.