દિલ્હી રાજ્ય ચૂંટણી પંચે દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનના ૧૨ વોર્ડમાં પેટાચૂંટણી માટે સૂચના જારી કરી છે. આ વોર્ડમાં મતદાન ૩૦ નવેમ્બરે યોજાશે, ત્યારબાદ મતગણતરી થશે. આ પેટાચૂંટણી એવી બેઠકો માટે યોજાઈ રહી છે જ્યાં કાઉન્સીલરોએ તાજેતરમાં રાજીનામું આપ્યું છે અથવા અન્ય કારણોસર પદ ખાલી થયા છે.દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન પેટાચૂંટણી માટે નામાંકન ૧૦ નવેમ્બરથી શરૂ થશે, જ્યારે મતદાન ૩૦ નવેમ્બરે સવારે ૮ વાગ્યાથી સાંજે ૫ વાગ્યા સુધી થશે, ત્યારબાદ ૩ ડિસેમ્બરે મતગણતરી થશે.જે ૧૨ વોર્ડમાં પેટાચૂંટણીઓ યોજાશે તેમાં શાલીમાર બાગ,અશોક વિહાર,ચાંદની ચોક,ચાંદની મહેલ,દ્વારકા-બી,દિચૌં કલાન, નારાયણ, સંગમ વિહાર-એ,દક્ષિણ પુર,,ગ્રેટર કૈલાશ,વિનોદ નગર સામેલ છે
સંપૂર્ણ ચૂંટણી સમયપત્રકઃ
સૂચના અને નામાંકન – ૩ નવેમ્બર
નામાંકન ભરવાની છેલ્લી તારીખ – ૧૦ નવેમ્બર
નામાંકનની ચકાસણી – ૧૨ નવેમ્બર
નામાંકન પાછા ખેંચવાની તારીખ – ૧૫ નવેમ્બર
મતદાન – ૩૦ નવેમ્બર, ૨૦૨૫ (રવિવાર) સવારે ૭ઃ૩૦ થી સાંજે ૫ઃ૩૦ વાગ્યા સુધી
ગણતરી – ૩ ડિસેમ્બર, ૨૦૨૫










































