દિલ્હીમાં શિક્ષકોની નિમણૂંકને લઈને ચાલી રહેલા આંદોલનમાં હવે સિધ્ધુ જોડાઈ ગયા છે.સિધ્ધુએ કેજરીવાલને પડકાર ફેંક્યો છે કે, તાકાત હોય તો મારા સવાલના જવાબ આપો..
સિધ્ધુએ આ પહેલા કેજરીવાલે પંજોબમાં યોજોનારી ચૂંટણી માટે કરેલા વાયદાઓનો જવાબ આપતા કહ્યુ હતુ કે, જે લોકો પોતે કાચના ઘરમાં રહેતા હોય તેમણે બીજના ઘરો પર પથ્થર ના ફેંકવા જોઈએ.કેજરીવાલ પંજોબમાં શિક્ષકોને નોકરીઓ આપવાનો વાયદો કરી રહ્યા છે પણ દિહીમાં તેમણે કેટલા શિક્ષકોને કાયમી નોકરી આપી છે?
પંજોબમાં કેજરીવાલે દર મહિને મહિલાઓને ૧૦૦૦ રુપિયા આપવાનો વાયદો કર્યો હતો અને તેની સામે સિધ્ધુએ સવાલ કર્યો હતો કે, દિલ્હીમાં કેટલી મહિલાઓને આ રકમ આપવામાં આવી રહી છે? સિધ્ધુ કેજરીવાલના ઘરની બહાર ધરણા પર બેસી ગયા હતાં.