હવે દિલ્હીમાં વીજળી ગ્રાહકોને ઝટકો લાગવાનો છે. વીજળી વિતરણ કંપનીઓ પાવર પરચેઝ એડજસ્ટમેન્ટ ચાર્જ ૮% વધારવા જઈ રહી છે, જેના કારણે વીજળીના ભાવમાં વધારો થશે. આ વધેલી કિંમતો ૧ મેથી ઉપયોગમાં લેવાતી વીજળી પર લાગુ કરવામાં આવશે. જુલાઈમાં આવનારા બિલમાં પીપીએસીનો સમાવેશ કરવામાં આવશે. પીપીએસીમાં ૮ ટકા સુધીનો વધારો કરવામાં આવ્યો છે. આના કારણે બીવાયપીએલ વિસ્તારોમાં ૬.૧૫% અને બીઆરપીએલ વિસ્તારોમાં ૮.૭૫% નો વધારો થયો છે. જુલાઈમાં આવનારા બિલમાં આ વધારો જાવા મળશે. આ વધારો ૩ મહિના સુધી ચાલશે. આ પછી,ડીઇઆરસી વીજ કંપનીઓની અરજીના આધારે વીજળીના દર નક્કી કરશે.બીવાયપીએલના વિસ્તારમાં પૂર્વ અને મધ્ય દિલ્હીના ભાગોનો સમાવેશ થાય છે. તે જ સમયે,બીઆરપીએલના ક્ષેત્રમાં દક્ષિણ દિલ્હી અને પશ્ચિમ દિલ્હીના વિસ્તારોનો સમાવેશ થાય છે.
પીપીએસીમાં વધારો થતાં રાજકારણ પણ શરૂ થયું છે. દિલ્હીના વીજળી મંત્રી આતિશીએ ભાજપ પર ભ્રમ ફેલાવવાનો આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું છે કે ભાજપ જુઠ્ઠાણું ફેલાવી રહી છે કે દિલ્હી સરકારે વીજળીના ભાવમાં વધારો કર્યો છે અને પીપીએસીમાં વધારો કર્યો છે. ભાજપની સમસ્યા એ છે કે જે પણ રાજ્યમાં તેમની સરકાર છે, દેશમાં વીજળી સૌથી મોંઘી છે. દિલ્હીની આસપાસના બીજેપી શાસિત રાજ્યોમાં ફરીદાબાદ, નોઈડા, ગુરુગ્રામ, ગ્રેટર નોઈડા વગેરે જેવા સ્થળોએ ઉનાળામાં ૮ કલાકનો પાવર કટ છે. બીજેપી પોતે પોતાના રાજ્યોમાં વીજળીની સમસ્યા હલ કરી શકતી નથી અને દિલ્હી સરકાર પર ખોટા આરોપો લગાવી રહી છે.
મંત્રી આતિશીએ કહ્યું કે ડ્ઢઈઇઝ્ર પાસે સ્પષ્ટ આદેશ છે કે પીપીએસી ચાર્જ વધારી શકાય નહીં. આ અગાઉનો આદેશ સપ્ટેમ્બર સુધી અમલમાં રહેશે. પરંતુ ડિસ્કોમ્સ પાસે એવી જાગવાઈ છે કે તેઓ ટૂંકા સમય માટે પીપીએસી ૭% સુધી વધારી શકે છે, ખાસ કરીને ઉનાળામાં જ્યારે પાવરની સૌથી વધુ માંગ હોય છે અને જ્યારે તેમને મોંઘા ભાવે વીજળી ખરીદવી પડે છે. તેમણે કહ્યું કે આ ત્યારે જ લાગુ પડે છે જ્યારે તેમણે મોંઘી વીજળી ખરીદી હોય. તેમણે કહ્યું કે આ જાગવાઈ છેલ્લા દસ વર્ષથી અમલમાં છે.
ઘણીવાર ઉનાળામાં જ્યારે પાવર ડિમાન્ડ સૌથી વધુ હોય છે, ત્યારે ડિસ્કોમ કંપનીઓ પીપીએસી ૭ ટકા સુધી વધારી રહી છે. દિલ્હી સરકાર કે ડીઈઆરસી દ્વારા વીજળીના ભાવમાં વધારો કરવામાં આવ્યો નથી, હું ભાજપને અપીલ કરીશ કે ભ્રમ ન ફેલાવે.