દિલ્હીમાં વાવાઝોડા અને વરસાદ બાદ અનેક વિસ્તારોમાં વૃક્ષો પડી જવાની ઘટના સામે આવી છે.પાટનગરમાં ૧૦૦ કિમી પ્રતિ કલાકની ગતિથી ચાલેલ હવાઓને કારણે ખુબ નુકસાન થયું છે.વાવાઝોડાને કારણે વિવિધ સરકારી એજન્સીઓ,દિલ્હી પોલીસ એનડીએમસી એમસીડીને વૃક્ષોના ઉખડી જવાની બાબતમાં લગભગ ૫૩૦ કોલ મળ્યા હતાં આ સંબંધમાં દિલ્હીના એલજી વિનયકુમાર સકસેનાએ કહ્યું કે આ મામલાને ગંભીરતાથી લેવામાં આવ્યો છે અને તાકિદે યોગ્ય પગલા ઉઠાવવામાં આવશે
એલજી વિનયકુમાર સકસેનાએ કહ્યું કે વૃક્ષ તુટી પડવાની ઘટનાઓ ચિંતાજનક છે અને આપણે દિલ્હીના દરેક નાગરિકની સુરક્ષાને ધ્યાનમાં રાખી તાકિદે યોગ્ય પગલા ઉઠાવીશું
દિલ્હી ટ્રાફિક પોલીસના એક અધિકારીએ કહ્યું કે કેટલાક વૃક્ષ બિમારીઓ અને ઉઘઇને કારણે પણ નબળા થઇ શકે છે તેને બાદમાં રસાયણોના ઉપયોગની જરૂરત હોય છે રાજધાનીમાં વૃક્ષ ઉખડી ગાડીઓ અને મકાનો પર પડયા હતાં આ સાથે જ તેજ હવાઓથી ધરોની સામગ્રી માર્ગ પર આવી ગઇ હતી આ તેજ વાવાઝોડાને કારણે બે લોકોના મોત પણ નિપજયા છે.
ભાજપના સાંસદ પરવેશ વર્મા પણ આ તેજ વાવાઝોડાથી બચી શકયા ન હતાં ભાજપ સાંસદના જનપથ રોડ ખાતે આવેલા નિવાસમાં એક વૃક્ષ તેમની કાર પર પડયું હતું અને બીજા ઝાડ તેમના ઘરના એક ભાગમાં પડયું હતું જેને કારણે તેમને નુકસાન પણ થયું હતું.