દિલ્હીમાં શનિવારે સવારે એક ભયાનક માર્ગ અકસ્માત થયો હતો. દિલ્હીમાં આઇટીઓ નજીક રિંગ રોડ પર ઓટો રીક્ષા પર કન્ટેનર પલટી જતા ચાર લોકોનાં ઘટનાસ્થળે જ મોત થયા હતા. ઘટનાની જાણ થતાં જ રિંગ રોડ પર લોકોનાં ટોળેટોળા ઉમટી પડ્યા હતા. લોકોએ માત્ર આ ઘટના વિશે પોલીસને જાણ કરી, જેના આધારે પોલીસે એફઆઇઆર નોંધી છે. પોલીસે જણાવ્યું કે ઘટના બાદ ટ્રક ચાલક સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો.
દિલ્હીનાં ઈન્દિરા ગાંધી સ્ટેડિયમ પાસે આજે (શનિવાર) વહેલી સવારે એક દુઃખદ અકસ્માત સર્જાયો હતો. અહીં એક કન્ટેનર ઓટો રીક્ષા પર પલટી ગયું જેમાં ઓટો ડ્રાઈવર સહિત ૪ મુસાફરોનાં મોત થયા છે. પોલીસને સવારે ૬.૫૦ વાગ્યે આ અકસ્માતની માહિતી મળી હતી. હજુ સુધી મૃતકોની ઓળખ થઈ શકી નથી. આ સાથે જ કન્ટેનર ચાલક અકસ્માત કરીને ફરાર થઈ ગયો છે. આઈપી સ્ટેટ પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે. જણાવવામાં આવી રહ્યું છે કે, બાજુમાં ચાલી રહેલી ઓટો પર એક સ્પીડ કન્ટેનર અચાનક પલટી ગયું હતુ. ઓટોમાં ડ્રાઈવર અને ૩ લોકો હતા, તે બધા કન્ટેનરની નીચે દબાઈ ગયા હતા. અકસ્માતની જાણ થતાં ઘટનાસ્થળે પહોંચેલી પોલીસ અને ફાયર બ્રિગેડનાં કર્મચારીઓએ ઓટોને કાપીને તમામ લોકોને બહાર કાઢ્યા હતા. અકસ્માત બાદ કન્ટેનરનો ચાલક સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. પોલીસે આઈપી સ્ટેટ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી ફરાર ચાલકની શોધખોળ શરૂ કરી છે. સાથે જ પોલીસ મૃતકોની ઓળખ કરવાનો પણ પ્રયાસ કરી રહી છે. અકસ્માતનું કારણ કન્ટેનરની ઝડપ હોઈ શકે છે, જેની પોલીસ હાલમાં તપાસ કરી રહી છે. કન્ટેનરમાંથી મળી આવેલા દસ્તાવેજા દ્વારા ડ્રાઈવર અને કન્ટેનર માલિક સુધી પહોંચવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.