દિલ્હીમાં રખડતા કૂતરાનો આતંક એટલો વધી ગયો છે કે, હવે માસૂમ બાળકોને તો શું મોટેરાઓને પણ ગલીઓમાં નિકળવાનું ભારે થઈ પડ્યું છે. હાલમાં જ મોતીનગરના ડીડીએ પાર્કની ઝૂપડપટ્ટીમાં રહેતા ૩ વર્ષની બાળકી લક્ષ્મી જે દરરોજ ઘરની બહારના પાર્કમા આવતા કુતરા સાથે રમતી હતી તે પણ અચાનક કુતરાની ઝપટમાં આવી ગઈ અને કેટલીય જગ્યાએ તેને ફાડી ખાધી હતી. કુતરાના હુમલા બાદ બાળકીએ બુમો પાડી તો તેની માતા ઘરની બહાર આવી ગઈ, પણ કુતરાઓએ તેના પર પણ હુમલો કર્યો.
આ ઘટના બાદ દિલ્હી નગર નિગમમાં મુખ્ય વિપક્ષી પાર્ટીમાં બેઠેલી દિલ્હીની સત્તાધારી પાર્ટી આમ આદમી પાર્ટીએ નિગમ ભાજપ પર પ્રહારો કર્યા હતા. આમ આદમી પાર્ટીના મુખ્ય પ્રવક્તા સૌરભ ભારદ્વાજે આરોપ લગાવ્યો છે કે, એમસીડીમાં કાગળો પર કુતરાઓએને સ્ટેરલાઈઝેશન કરીને મોટો ભ્રષ્ટાચાર કરવામાં આવી રહ્યો છે. દિલ્હીની અંદર ઓછામાં ઓછા દરરોજ ૫ હજારથી વધારે કૂતરા કરવાના કિસ્સા આવી રહ્યા છે.
ઉત્તરી દિલ્હી નગર નિગમે ૨૦૨૦-૨૧ની અંદર ડોગ સ્ટેરલાઈઝેશન માટે ૧૫ કરોડ ફાળવ્યા અને તેના કેન્દ્ર બનાવવા માટે ૫ કરોડની ફાળવણી કરી. ત્યારે આવા સમયે પૈસા ક્યાં ગયા. દિલ્હીમાં સતત રખડતા કૂતરાઓનો ત્રાસ વધી રહ્યો છે. આવા સમયે સ્ટેરલાઈઝેશનમાં ભ્રષ્ટાચારને છુપાવવા માટે એમસીડીએ ૨૦૦૯થી તેનો સર્વે કરવાનું બંધ કરી દીધું છે. એમસીડીએ કુતરાઓના આંકડા છુપાવવા માટે પોતાની હોÂસ્પટલોમાં રેબીઝની દવાઓ રાખવાનું બંધ કરી દીધું છે.
ભાજપ બતાવે ૧૫ વર્ષથી સ્ટ્રેલાઈઝેશન થઈ રહ્યું છે, તો સંખ્યા કેમ વધી રહી છે. તેમણે કહ્યું કે, કુતરાના કરડવાથી બાળકોને બહાર પાર્કમાં મોકલવાનું અને મહિલાને ફરવાનું બંધ કરી દેવામાં આવ્યું છે. કોલોનિમાં લોકો કુતરાના આતંકથી ડરી રહ્યા છે. ભાજપના પ્રદેશ અધ્યક્ષ આદેસ ગુપ્તા જણાવે કે, છેલ્લા ૧૫ વર્ષથી જા રખડતા કૂતરાનું સ્ટેરેલાઈઝેશન કરવામાં આવી રહ્યું છે તો પછી કૂતરાની સંખ્યા કેમ વધતી જાય છે.