રશિયન રાષ્ટ્રપતિ પુતિન ૧૨ થી ૧૩ સપ્ટેમ્બર દરમિયાન દિલ્હીમાં યોજાનારી બ્રિકસ સમિટમાં ભાગ લેવા માટે ભારતની મુલાકાત લેશે. ભારતમાં બ્રિકસ સમિટ ૧૨ અને ૧૩ સપ્ટેમ્બરના રોજ યોજાશે. ક્રેમલિનએ પુષ્ટિ આપી છે કે રાષ્ટÙપતિ પુતિન બે દિવસ માટે ભારતની મુલાકાત લેશે. એક વર્ષથી ઓછા સમયમાં પુતિનની આ બીજી ભારતની મુલાકાત હશે. અગાઉ, પુતિન ગયા વર્ષે ડિસેમ્બરમાં ૨૩મા ભારત-રશિયા વાર્ષિક શિખર સંમેલનમાં ભાગ લેવા માટે ભારત આવ્યા હતા. આ મહિનાની શરૂઆતમાં, રશિયન વિદેશ પ્રધાન સેરગેઈ લવરોવ બ્રિક્સ વિદેશ પ્રધાનોની બેઠક માટે ભારત આવ્યા હતા.
આ બદલાતા વાતાવરણમાં, રશિયા સાથેના સંબંધો ભારતની વિદેશ નીતિ માટે મહત્વપૂર્ણ છે. ખાસ કરીને, બંને દેશો વચ્ચે સંરક્ષણ સહયોગ અને ઊર્જા સંબંધો ઘણા દાયકાઓથી ખૂબ જ ગાઢ રહ્યા છે. ભારત અને યુનાઇટેડ સ્ટેટ્સ વચ્ચેના સંબંધો તાજેતરમાં સમાચારમાં રહ્યા છે. આ હોવા છતાં, ભારત હજુ પણ તેના જૂના મિત્ર રશિયાને તેના લાંબા ગાળાના વ્યૂહાત્મક હિતોનું રક્ષણ કરવામાં મુખ્ય ભાગીદાર માને છે









































