(એચ.એસ.એલ),નવીદિલ્હી,તા.૨૦
પ્રદૂષણને કારણે દિલ્હીમાં સ્થતિ ખરાબ છે. આવી સ્થતિમાં દિલ્હી સરકારે મોટો નિર્ણય લીધો છે. દિલ્હીમાં પ્રદૂષણ ઘટાડવા માટે દિલ્હી સરકારે સરકારી ઓફિસોમાં વર્ક ફ્રોમ હોમ પોલિસી લાગુ કરવાનો નિર્ણય લીધો છે.આ નિર્ણય હેઠળ દિલ્હી સરકારના ૫૦% કર્મચારીઓ ઘરેથી કામ કરશે. તેના અમલીકરણ માટે આજે બપોરે ૧ વાગ્યે સચિવાલયમાં અધિકારીઓ સાથે બેઠક યોજાશે.દિલ્હીના પર્યાવરણ પ્રધાન ગોપાલ રાયે મંગળવારે કહ્યું હતું કે શહેરની બગડતી હવાની ગુણવત્તાને પહોંચી વળવા માટે ઘરેથી કામ કરવાના પગલાં અને ઓડ-ઇવન સ્કીમ લાગુ કરવા અંગે ટૂંક સમયમાં નિર્ણય લેવામાં આવશે. ગોપાલ રાયે કહ્યું હતું કે બાળકો અને વરિષ્ઠ નાગરિકો સહિત લોકો શ્વાસ લેવા માટે સંઘર્ષ કરી રહ્યા છે અને અમને આ સ્થતિનો ખૂબ જ અફસોસ છે.તેમણે કહ્યું હતું કે રવિવારથી દિલ્હીમાં હવાની ગુણવત્તા ગંભીર પ્લસ શ્રેણીમાં રહી છે. દિલ્હીની ખાનગી અને સરકારી કંપનીઓમાં ઘરેથી કામ લાગુ કરવા અંગે મંત્રીએ કહ્યું હતું કે અમે આ અંગે ટૂંક સમયમાં નિર્ણય લઈશું. સરકારે ગ્રેપ-૫ હેઠળ વાહનો પર પહેલાથી જ ઘણા નિયંત્રણો લાદી દીધા છે. અમે આ પગલાંની અસરનું વિશ્લેષણ કરી રહ્યા છીએ. આ પછી રાજધાનીમાં ઓડ-ઈવન ફોર્મ્યુલા પર વાહનો ચલાવવા અંગે નિર્ણય લેવામાં આવશે.ગોપાલ રાયે એમ પણ કહ્યું હતું કે સમગ્ર ઉત્તર ભારતમાં જીઆરએપી લાગુ થવી જાઈએ. ભાજપ પર નિશાન સાધતા તેમણે કહ્યું હતું કે ભાજપ શાસિત રાજ્યોમાં નિયમોનું ઉલ્લંઘન થઈ રહ્યું છે. દિલ્હી સરકાર દ્વારા પ્રદૂષણની ગંભીર સ્થતિ અંગે તાકીદની બેઠક બોલાવવાની વારંવાર વિનંતી કરવા છતાં ભાજપના પર્યાવરણ મંત્રી ઊંઘી રહ્યા છે. હું કેન્દ્રીય પર્યાવરણ પ્રધાનને વિનંતી કરું છું કે પ્રદૂષણ અંગે ફરી એક વખત તાકીદની બેઠક બોલાવો અને કૃÂત્રમ વરસાદને મંજૂરી આપો.