દિલ્હીના પ્રશાંત વિહાર વિસ્તારમાં સાઉથ કેમ્પસમાં એમએસસીના બીજા વર્ષની વિદ્યાર્થીની સાથે બળાત્કાર થયો છે. ચોંકાવનારી વાત એ છે કે આરોપીએ પોતાને પોલીસ ગણાવીને આ બળાત્કાર કર્યો છે.આ પછી તે ત્યાંથી ફરાર થઈ ગયો હતો. જાકે બાદમાં દિલ્હી પોલીસની ક્રાઈમ બ્રાન્ચે તેની ધરપકડ કરી હતી.
દિલ્હી પોલીસના જણાવ્યા અનુસાર ૭ અને ૮ જુલાઈની રાત્રે આરોપી ૨૦ વર્ષીય પીડિતાના ઘરે પહોંચ્યો હતો અને તે પોલીસનો પોઝ આપ્યો હતો. આ પછી તેણે યુવતીને ધમકાવવાનું શરૂ કર્યું. આરોપીએ યુવતીને ધમકી આપી હતી કે મેં તારો વીડિયો તારા બોયફ્રેન્ડ સાથે બનાવ્યો છે. ત્યારબાદ આરોપી પીડિતાને ઘરના ટેરેસના કિનારે લઈ ગયો અને તેની સાથે બળાત્કાર ગુજાર્યો.
પોલીસે જણાવ્યું કે ગુનો કર્યા બાદ આરોપી સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર પીડિતા આરોપીને પહેલાથી ઓળખતી ન હતી અને આ એક અંધ મામલો હતો. જાણવા મળ્યું છે કે ક્રાઈમ ટીમ પણ સ્થાનિક પોલીસ સાથે આ મામલે તપાસ કરી રહી છે. આરોપી રવિ સોલંકીની દિલ્હી પોલીસ ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી છે.
ક્રાઈમ બ્રાન્ચના સૂત્રોના જણાવ્યા અનુસાર આરોપી રવિએ યુવતી અને તેના બોયફ્રેન્ડનો વાંધાજનક હાલતમાં વીડિયો બનાવ્યો હતો. જે બાદ રવિ યુવતીનો પીછો કરીને તેના ઘરે પહોંચ્યો હતો. આરોપીએ યુવતીને માર માર્યો અને ઘરની સીડી પર જ તેના પર બળાત્કાર ગુજાર્યો. પીડિતાએ આખી ઘટના તેના બોયફ્રેન્ડને જણાવી ત્યારબાદ પોલીસમાં ફરિયાદ કરવામાં આવી હતી.
મામલાની ગંભીરતા જાઈને ક્રાઈમે પણ તપાસ શરૂ કરી હતી અને સીસીટીવી અને અન્ય પુરાવા એકત્ર કર્યા બાદ ક્રાઈમ બ્રાંચ રવિ સોલંકી સુધી પહોંચી હતી. જે બાદ ક્રાઈમ બ્રાન્ચે રવિ સોલંકીની ધરપકડ કરી હતી. રવિ સોલંકી પોલીસ કર્મચારી નથી, પરંતુ તેની સામે ભૂતકાળમાં પણ કેસ નોંધાયેલા છે.