દિલ્હીમાં આ વર્ષ અત્યાર સુધી ૨,૩૦૦ માર્ગ અકસ્માત થયા છે.આ દુર્ઘટનાઓમાં ૫૦૫ લોકોએ જીવ ગુમાવ્યો છે.સત્તાવાર આંકડા અનુસાર ગત પાંચ મહીનામાં આ દુર્ધટનાઓમાં ૪૯૪ ગંભીર,૧૭૬૨ સાધારણ અને ૪૩ ઇજોગ્રસ્ત વિનાની દુર્ઘટનાઓ બની છે જયારે આ ઘટનાઓમાં ૨,૧૫૨ લોકોને ઇજો થઇ છે જયારે દિલ્હીના દક્ષિણ પૂર્વ જીલ્લામાં સૌથી વધુ ૨૨૨ દુર્ઘટનાઓ થઇ છે.ત્યારબાદ દક્ષિણ પશ્ચિમમાં ૧૯૨,બહારી ઉત્તરમાં ૧૯૧ અને પશ્ચિમી જીલ્લામાં ૧૮૬ દુર્ઘટનાઓ થઇ છે.
જીલ્લાવાર જોરી આંકડા અનુસાર આ માર્ગ ઘટનાઓને કારણે સૌથી વધુ ૫૬ના મોત બહારી ઉત્તર જીલ્લામાં થયા છે ત્યારબાદ ઉત્તર પશ્ચિમ જીલ્લામાં ૫૦ લોકોના થયા છે,દક્ષિણ પશ્ચિમમાં ૪૬ લોકોના મોત અને પશ્ચિમી જીલ્લામાં ૪૫ લોકોના મોત થયા છે.
આંકડા અનુસાર માર્ગ ધટનાઓમાં સૌથી ઓછા મોત શાહદરામાં થયા છે જયાં પાંચ મહીનામાં દુર્ઘટનાઓની ફકત ૧૬ લોકોના મોત થયા છે ત્યારબાદ રોહિણીમાં ૧૯ અને દક્ષિણ જીલ્લામાં ૨૧ લોકોના જીવ ગયા છે. આંકડા અનુસાર સૌથી ઓછી ૭૫ જુર્ધટનાઓ નવીદિલ્હી જીલ્લામાં થઇ છે ત્યારબાદ ૭૭ શાહદરા અને ૧૦૦ રોહિણી જીલ્લામાં થઇ છે જયારે આ ઘટનાઓમાં દક્ષિણ પૂર્વ જીલ્લામાં સૌથી વધુ ૨૧૧ લોકોને ઇજો થઇ છે અને સૌથી ઓછા ૬૩ લોકો શાહદરામાં ઇજોગ્રસ્ત થયા છે.