(એ.આર.એલ),નવીદિલ્હી,તા.૮
રાજધાની દિલ્હીના નિલોથી એક્સટેન્શન વિસ્તારમાંથી અપરાધનો મામલો સામે આવ્યો છે. દિલ્હીમાં બે લોકોએ મળીને ૪૦ વર્ષીય નાઈજીરિયન નાગરિકની ગોળી મારીને હત્યા કરી નાખી. રવિવારે આ હત્યા વિશે માહિતી આપતા પોલીસે જણાવ્યું કે, કપડાની દુકાન પાસે ચંદ્ર વિહાર વિસ્તારમાં રહેતા અર્નેસ્ટ મોરાહ નામના વ્યક્તની હત્યા કરવામાં આવી છે.દિલ્હીમાં આ હત્યા અંગે એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે ગયા શનિવારે રાત્રે ૯.૫૪ કલાકે નીલોથી એક્સટેન્શન વિસ્તારમાં એક વ્યક્તને ગોળી મારવામાં આવી હોવા અંગે પીસીઆર કોલ આવ્યો હતો. આ પછી પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી.પોલીસે કહ્યું છે કે હુમલા બાદ પીડિતા પોતાનો જીવ બચાવવા દુકાન તરફ ભાગી હતી. બે લોકો તેના પર બંદૂકથી હુમલો કરતા જાવા મળ્યા હતા. મૃતકના શરીર પર ત્રણ, પેટમાં બે અને પગમાં એક ગોળી વાગી હતી. તેને સારવાર માટે સંજય ગાંધી હોસ્પટલમાં લઈ જવામાં આવ્યો હતો પરંતુ સવારે તેનું મોત નીપજ્યું હતું.નિલોથી એક્સ્ટેંશનમાં એક નાઈજિરિયન વ્યક્તની હત્યાના કેસમાં, પોલીસે કહ્યું છે કે ફોરેન્સક ટીમને હત્યા સ્થળ પર બોલાવવામાં આવી હતી અને ક્રાઈમ સીનનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. પોલીસે કહ્યું કે પાછળથી આ હત્યા કેસમાં ફરિયાદ પણ મળી હતી અને તે મુજબ હત્યાની કલમો હેઠળ એફઆઈઆર નોંધવામાં આવી હતી. તપાસ ચાલુ છે.