બદલાતા હવામાન વચ્ચે રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં વાયુ પ્રદૂષણ એક મોટી સમસ્યા છે. તમામ પ્રયાસો છતાં પ્રદૂષણની સમસ્યા હલ થઈ રહી નથી. અહીં વાયુ પ્રદૂષણની ગંભીર સ્થિતિ ફરી એકવાર સામે આવી, જ્યારે એર ક્વોલિટી ઈન્ડેક્સ (છઊૈં) ‘ખૂબ જ નબર્ળી શ્રેણીમાં નોંધવામાં આવ્યો.
પ્રદુષણની સમસ્યાથી છુટકારો મેળવવા માટે અહીં બાંધકામ પર પ્રતિબંધ સહિતના અનેક પગલા લેવામાં આવ્યા છે, પરંતુ હજુ પણ પ્રદૂષણની સ્થિતિ ગંભીર છે. વાયુ પ્રદૂષણ પર નજર રાખતી કેન્દ્ર સરકારની એજન્સી સિસ્ટમ ઓફ એર ક્વોલિટી એન્ડ વેધર ફોરકસ્ટિંગ એન્ડ રિસર્ચ અનુસાર, ગુરુવારે સવારે રાષ્ટ્રીય રાજધાનીમાં હવાની ગુણવત્તા ‘ખૂબ જ નબર્ળી શ્રેણીમાં નોંધવામાં આવી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે ૫૧ અને ૧૦૦ ની વચ્ચેનો છઊૈં ‘સંતોષકારર્ક અથવા ‘ખૂબ સાર્રો માનવામાં આવે છે, જ્યારે ૧૦૧-૨૦૦ ‘સરેરાર્શ છે અને ૨૦૧-૩૦૦ ની વચ્ચેનો છઊૈં ‘નબર્ળો માનવામાં આવે છે. જ્યારે, ૩૦૦-૪૦૦ના છઊૈંને ‘ખૂબ જ નબર્ળો ગણવામાં આવે છે અને ૪૦૧-૫૦૦ વચ્ચેના છઊૈંને ‘જોખર્મી તરીકે વર્ગીકૃત કરવામાં આવે છે.
દિલ્હીમાં પ્રદૂષણની સ્થિતિ પર સુપ્રીમ કોર્ટે પણ હસ્તક્ષેપ કર્યો છે, જેમાં આજે (૨ ડિસેમ્બર, ગુરુવાર) એક મહત્વપૂર્ણ સુનાવણી થવાની છે. અહીં વાયુ પ્રદૂષણની ગંભીર સ્થિતિને ધ્યાનમાં રાખીને, કોર્ટે તાજેતરમાં બાંધકામ કાર્ય પર પ્રતિબંધ મૂક્યો હતો, જેને દિલ્હી સરકારે થોડા દિવસોના પ્રતિબંધો પછી મંજૂરી આપી હતી.
દિલ્હીમાં પ્રદૂષણને ધ્યાનમાં રાખીને શાળાઓ પણ લગભગ બે અઠવાડિયા માટે બંધ કરી દેવામાં આવી છે અને સરકારી કર્મચારીઓને ઘરેથી કામ કરવાનું કહેવામાં આવ્યું છે. જોકે હવે શાળાઓ ખોલવામાં આવી છે અને કચેરીઓ પણ રાબેતા મુજબ કામ કરી રહી છે. સુપ્રિમ કોર્ટની આજની સુનાવણીમાં બાંધકામના કામો પરના નિયંત્રણો અંગે મહત્વનો નિર્ણય આવવાની આશા છે.