દિલ્હીમાં ધારાસભ્યોનો પગાર ટૂંક સમયમાં વધવા જઈ રહ્યો છે. મહત્વનું છે કે, કેન્દ્ર સરકારે ધારાસભ્યોના પગાર વધારાને મંજૂરી આપી દીધી છે. હાલમાં તમામ ભથ્થાં મળ્યા બાદ ધારાસભ્યોને દર મહિને ૫૪ હજોર રૂપિયા મળે છે, જ્યારે વધારા બાદ ધારાસભ્યોને દર મહિને ૯૦ હજોર રૂપિયા મળવાનું શરૂ થઈ જશે.
ધારાસભ્યોને હાલમાં દર મહિને ૧૨૦૦૦ રૂપિયાનો મૂળ પગાર મળે છે. હવે તે વધીને ૨૦ હજોર થશે. જ્યારે ભથ્થાં સહિત, પગાર રૂપિયા ૫૪ હજોરથી વધીને રૂપિયા ૯૦ હજોર થશે. આ પહેલા દિલ્હી સરકારે ૨૦૧૫માં કેન્દ્રને આ પ્રસ્તાવ મોકલ્યો હતો, પરંતુ ત્યારબાદ મંજૂરી મળી ન હતી. બીજી તરફ દિલ્હી વિધાનસભાના સ્પીકરે કહ્યું કે કેન્દ્ર તરફથી જે પ્રસ્તાવ આવ્યો છે. તેમાં ઘણા બદલાવ કરવામાં આવ્યા છે
વિધાનસભા અધ્યક્ષ રામ નિવાસ ગોયલે જણાવ્યું કે છેલ્લી વખત ૨૦૧૧માં ધારાસભ્યોના પગારમાં વધારો કરવામાં આવ્યો હતો. પરંતુ ૧૧ વર્ષ પછી આટલો ઓછો પગાર વધારો યોગ્ય નથી. તેમણે કહ્યું કે, દિલ્હીમાં પણ ધારાસભ્યોને અન્ય રાજ્યોની જેમ જ પગાર અને ભથ્થા મળવા જોઈએ. એવું કહેવામાં આવી રહ્યું છે કે, કેન્દ્રની મંજૂરી બાદ હવે ધારાસભ્યોના પગાર વધારવાનું બિલ દિલ્હી વિધાનસભામાં આગામી સત્રમાં લાવવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે આ અગાઉ ૨૦૧૫માં દિલ્હી સરકારે દિલ્હી વિધાનસભામાંથી સ્ન્છના પગારમાં વધારો કરવાનો કાયદો પસાર કરીને કેન્દ્ર સરકારને મોકલ્યો હતો, જેને કેન્દ્ર સરકારે ફગાવી દીધો છે. ત્યારે કેન્દ્ર સરકારે ધારાસભ્યોના પગાર અને ભથ્થાને લઈને કેટલાક સૂચનો પણ આપ્યા હતા. આ પછી, તેના આધારે, દિલ્હી કેબિનેટે ઓગસ્ટ ૨૦૨૧ માં તેને મંજૂરી આપી હતી અને પ્રસ્તાવને ફરીથી કેન્દ્રને મોકલ્યો હતો. હવે તેને કેન્દ્ર દ્વારા મંજૂરી આપવામાં આવી છે.
૧૦ અલગ અલગ રાજ્યોમાં ધારાસભ્યોનો પગાર
રાજ્ય રૂપિયા
ઉત્તરાખંડ ૧.૯૮ લાખ
હિમાલચલ પ્રદેશ ૧.૯૦ લાખ
હરિયાણા ૧.૫૫ લાખ
બિહાર ૧.૩૦ લાખ
રાજસ્થાન ૧.૪૨ લાખ
તેલંગાણા ૨.૫૦ લાખ
આંધ્ર પ્રદેશ ૧.૨૫ લાખ
ગુજરાત ૧.૦૫ લાખ
ઉત્તર પ્રદેશ ૯૫ હજોર
દિલ્હી ૯૦ હજોર