પ્રી-મોન્સૂનની અસર ઉત્તર ભારતમાં જોવા મળશે. રાજસ્થાન, પંજોબ, હિમાચાલ પ્રદેશ, દિલ્હી, હરિયાણા, ઉત્તરપ્રદેશ, બિહાર, મધ્યપ્રદેશના વિવિધ વિસ્તારોમાં વરસાદ થઈ શકે છે. જ્યારે મોસમ વિભાગે રાજસ્થાન, બિહાર, ઝારખંડ, પંજોબ અને હિમાચલપ્રદેશમાં કરા તથા યુપી એમપી અને છત્તીસગઢમાં વીજળી પડવાનું એલર્ટ આપવામાં આવ્યું છે.ઘણાં રાજ્યોમાં ઝડપી પવન ફૂંકાઈ રહ્યો છે, જેને પગલે તાપમાનથી રાહત મળશે. બીજી તરફ, બુધવારથી તાપમાન વધવાની શક્યતા છે. દિલ્હીમાં સોમવારે સવારે ભારે વરસાદને કારણે ઘણી ફ્લાઈટ્‌સ ડીલે થઈ હતી.
દેશની રાજધાની દિલ્હીમાં સોમવારે સવારે હવામાન બદલાયું છે. ઝડપી પવનની સાથે થયેલા ભારે વરસાદને કારણે ઘણા વિસ્તારોના ઝાડ પડી ગયાં અને વીજળીના સપ્લાયને બંધ કરવાની ફરજ પડી હતી.દિલ્હી અને એનસીઆરમાં આજે હવામાનનો ટ્રેન્ડ બદલાયો છે. જોરદાર વાવાઝોડાની સાથે વરસાદ પડ્યો છે જેના કારણે ઘણું નુકસાન થયું છે. દરમિયાન હવામાન વિભાગે વરસાદનું મિજોજ આવો જ રહી શકે છે. ત્યારે આવતીકાલે વરસાદ ઓછો અને પવન ફૂંકાશે પરંતુ વચ્ચે-વચ્ચે વરસાદની શક્યતા છે.
હવામાન વિભાગે જણાવ્યું છે કે આજનો વરસાદ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે થઈ રહ્યો છે જે આવતીકાલ સુધી સક્રિય રહેશે. આવી સ્થિતિમાં, ઘરની બહાર નીકળતા પહેલા, તમારે વરસાદની તૈયારી કરવી જોઈએ.
દિલ્હી-એનસીઆરમાં સવારે ૪ વાગ્યાથી સતત વરસાદ ચાલુ થયો હતો જે મોડે સુધી રહ્યો હતો કાળઝાળ ગરમી વચ્ચે હવામાનનો મિજોજ એકાએક બદલાયો છે. તે તીવ્ર પવન અને વાવાઝોડા સાથે શરૂ થયો હતો, પરંતુ પછી મૂશળધાર વરસાદે તાપમાનમાં ઘટાડો કર્યો હતો. આ સમયે દિલ્હી-એનસીઆરમાં વાતાવરણ ખુશનુમા બની ગયું છે પરંતુ કેટલીક સમસ્યાઓ પણ ઉભી થઈ છે.દિલ્હી-એનસીઆરમાં ભારે પવન સાથે વરસાદ બાદ શહેરના ઘણા ભાગોમાં રસ્તા પર પાણી ભરાઈ ગયા હતા. ગુરુગ્રામમાંથી પણ આવી તસવીરો સામે આવી છે. ગુરુગ્રામ ટ્રાફિક પોલીસે જણાવ્યું છે કે મેફિલ્ડ ગાર્ડન ચોકમાં ઘણો પાણી ભરાઈ ગયો છે.
રાજસ્થાનમાં હવામાન સતત બદલાઈ રહ્યું છે. ભીષણ ગરમી પછી રાજ્યમાં એક્ટિવ થયેલી નવી વેધર સિસ્ટમને કારણે આંધીની સાથે વરસાદ થઈ રહ્યો છે. નવી વેધર સિસ્ટમ રાજ્યમાં આગામી ૪૮ કલાક સુધી એક્ટિવ રહેશે. આગામી ૨૪ કલાકમાં ૪ જિલ્લામાં કરા પડવાનું એલર્ટ છે.
મધ્યપ્રદેશમાં હવામાન બદલાઈ રહ્યું છે રાજ્યના ઘણા વિસ્તારોમાં વરસાદ થયો છે. રીવા અને ઉમરિયામાં ૨-૨ મિમી વરસાદ નોંધાયો છે. આ સિવાય મલજખંડ, જબલપુર, ગ્વાલિયર, સતના અને ખજૂરાહોમાં ઘણી જગ્યાએ વરસાદ થયો છે. એને પ્રી-મોન્સૂન એક્ટિવવિટી તરીકે જોવાઈ રહી છે. બિહારના ઘણા જિલ્લાઓમાં પ્રી-મોન્સૂનને કારણે વીજળીની સાથે ઝડપી પવન ફૂંકાઈ રહ્યો છે. પટનાને બાદ કરતાં ૨૫ જિલ્લામાં વરસાદ થયો. એનાથી તાપમાન ૫ ડીગ્રી ઘટ્યું, જોકે હજી ગરમીથી રાહત મળવાની નથી. હવામાન વિભાગે આગામી ૨૪ કલાકમાં કરા સાથે ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે.
મોસમ વિભાગે કાનપુર સહિત યુપીના ૧૬ જિલ્લામાં વરસાદનું અનુમાન વ્યક્ત કર્યું છે. એને લઈને યેલો એલર્ટ પણ ઈસ્યુ કરવામાં આવ્યું છે. લોકોને કહેવામાં આવ્યું છે કે જરૂર હોવા પર જ ઘરેથી બહાર નીકળો. મેરઠ અને આસપાસના જિલ્લાઓમાં ઝડપી પવન ફૂંકાયો હતો. આ દરમિયાન વરસાદ થયો હતો. એને કારણે હવામાન બદલાયું હતું. ૬૦ કિલોમીટર પ્રતિ કલાકની ગતિએ પવન ફૂંકાયો હતો, જેના પગલે તાપમાનમાં ૨થી ૪ ડીગ્રી સુધીનો ઘટાડો નોંધાયો હતો. ઝડપી પવન અને વરસાદે લોકોને ગરમીથી રાહતનો અનુભવ કરાવ્યો હતો.હવામાન વિભાગે કહ્યું છે કે ૨૬ મે સુધી રાજ્યના મોટા ભાગના જિલ્લાઓમાં આકાશમાંથી વીજળી પડવાની શક્યતા વ્યકત કરી છે. આ દરમિયાન પેંડ્રા રોડમાં ઝડપી વરસાદ થયો હતો. પેંડ્રા અને જશપુર જેવી કેટલીક જગ્યાઓએ શનિવારે સાંજે અને રાતે વરસાદ થયો હતો. એક દિવસ પહેલાં રાજ્યના મોટા ભાગના જિલ્લાઓમાં વરસાદ થયો હતો. ઝારખંડમાં બે દિવસથી રાંચીમાં કાળાં વાદળો અને ઝડપી પવનને કારણે અધિકતમ તાપમાનમાં રાહત અનુભવાઈ છે. ગરમીની આ સીઝનમાં પ્રથમ વખત એક દિવસમાં તાપમાન ૩૯ ડીગ્રીથી ઘટીને ૨૦ ડીગ્રીએ પહોંચ્યું છે, એટલે કે ૧૯ ડીગ્રી તાપમાનમાં ઘટાડો નોંધાયો છે. આવનારા ત્રણ દિવસમાં અધિકતમ તાપમાન ૩૪-૩૫ ડીગ્રી સુધી પહોંચે એવી શક્યતા છે. રાંચીના મોસમ વિભાગના જણાવ્યા અનુસાર, સોમવારે વીજળી સાથે વરસાદ થવાની શક્યતા છે.