પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ દિલ્હીમાં કામકાજને લઈને એક્શન મોડમાં છે. કેજરીવાલે મુખ્યપ્રધાન આતિશી સાથે રસ્તાઓની સમીક્ષા કરી હતી. તેઓ દિલ્હીમાં યુદ્ધના ધોરણે કામ કરવાની તૈયારી કરી રહ્યા છે. દિલ્હીના સીએમ આતિશી,આપના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા રસ્તાની સ્થીતિનું નિરીક્ષણ કરવા દિલ્હી યુનિવર્સિટીના નોર્થ કેમ્પસ પહોંચ્યા હતા.
આ દરમિયાન અરવિંદ કેજરીવાલે કહ્યું કે થોડા દિવસ પહેલા જ હું એક બીજેપી નેતાને મળ્યો હતો અને મેં તેમને પૂછ્યું હતું કે મારી ધરપકડ કરવાથી શું ફાયદો થયો? તેમણે કહ્યું કે આના કારણે દિલ્હી સરકાર પાટા પરથી ઉતરી ગઈ છે. કેન્દ્ર સરકાર દ્વારા મારી ધરપકડ કરવાનો હેતુ દિલ્હીની જનતાના કામને રોકવાનો હતો, પરંતુ હું દિલ્હીની જનતાને કહેવા માંગુ છું કે હવે હું બહાર આવ્યો છું અને લોકોના તમામ પડતર કામો ઝડપથી પૂર્ણ કરવામાં આવશે.
કેજરીવાલે કહ્યું કે મને જેલમાં મોકલીને દિલ્હીનું કામ બંધ કરી દીધું છે. રસ્તાઓ પણ ખરાબ બની ગયા. આ તેમનો ઉદ્દેશ્ય હતો. આજે મેં મુખ્યમંત્રી આતિશી સાથે દિલ્હી યુનિવર્સિટીમાં એક રસ્તાનું નિરીક્ષણ કર્યું. આ રોડનું પણ ટૂંક સમયમાં સમારકામ કરવામાં આવશે, દિલ્હીના બાકીના રસ્તાઓ પણ ટૂંક સમયમાં રિપેર કરવામાં આવશે. હવે હું પાછો આવ્યો છું, દિલ્હીના લોકો ચિંતા ન કરે. દિલ્હીના તમામ પેÂન્ડંગ કામો પૂર્ણ કરવામાં આવશે.