દિલ્હીમાં આમ આદમી પાર્ટીને મોટો ઝટકો લાગ્યો છે. પાર્ટીના ૧૩ કાઉન્સીલરોએ રાજીનામું આપી દીધું છે. બળવાખોર કાઉન્સીલરોએ નવી પાર્ટી બનાવવાની જાહેરાત કરી છે. બળવાખોર નેતાઓએ MCDમાં એક અલગ જૂથ બનાવ્યું છે. આ મ્યુનિસિપલ કાઉન્સીલરોએ આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપીને ઇન્દ્રપ્રસ્થ વિકાસ પાર્ટી બનાવવાનો નિર્ણય લીધો છે. હેમચંદ્ર ગોયલના નેતૃત્વમાં ત્રીજા મોરચો બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો. મુકેશ ગોયલ પાર્ટીના પ્રમુખ રહેશે.

બળવાખોર કાઉન્સીલરોએ આમ આદમી પાર્ટી પર જનતાને આપેલા વચનો પૂરા ન કરવાનો આરોપ લગાવ્યો છે. ૨૦૨૨ માં, તેઓ આમ આદમી પાર્ટીની ટિકિટ પર MCD માં કાઉન્સીલર તરીકે ચૂંટાયા. પરંતુ એમસીડીમાં સત્તામાં આવવા છતાં, આમ આદમી પાર્ટીનું ટોચનું નેતૃત્વ એમસીડીને સરળતાથી ચલાવી શક્યું નહીં.

આમ આદમી પાર્ટીમાંથી જે કાઉન્સીલરોએ રાજીનામું આપ્યું છે તેમાં હેમાનચંદ ગોયલ, દિનેશ ભારદ્વાજ, હિમાની જૈન, ઉષા શર્મા, સાહિબ કુમાર, રાખી કુમાર, અશોક પાંડે, રાજેશ કુમાર, અનિલ રાણા, દેવેન્દ્ર કુમાર, હિમાની જૈનનો સમાવેશ થાય છે.

આપમાંથી રાજીનામું આપવા અંગે હિમાની જૈને કહ્યું, “અમે એક નવી પાર્ટી, ઇન્દ્રપ્રસ્થ વિકાસ પાર્ટી બનાવી છે. અમે AAPમાંથી રાજીનામું આપી દીધું છે. છેલ્લા ૨.૫ વર્ષમાં કોર્પોરેશનમાં એવું કોઈ કામ થયું નથી જે થવું જોઈતું હતું. અમે સત્તામાં હતા, છતાં અમે કંઈ કર્યું નહીં. અમે એક નવી પાર્ટી બનાવી છે કારણ કે અમારી વિચારધારા દિલ્હીના વિકાસ માટે કામ કરવાની છે. અમે તે પાર્ટીને ટેકો આપીશું જે દિલ્હીના વિકાસ માટે કામ કરશે. અત્યાર સુધીમાં ૧૫ કાઉન્સીલરો રાજીનામું આપી ચૂક્યા છે. વધુ લોકો જોડાઈ શકે છે.”