નવી દિલ્હીઃ આમ આદમી પાર્ટી ના ધારાસભ્ય કરતાર સિંહ તંવર અને પૂર્વ ધારાસભ્ય રાજ કુમાર આનંદ ભારતીય જનતા પાર્ટીમાં જાડાયા. આનંદ, જે દલિત સમુદાયના હતા, તેઓ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની આગેવાની હેઠળની દિલ્હી સરકારમાં મંત્રી હતા.
એક્સાઇઝ કેસમાં આપ કન્વીનરની ધરપકડ બાદ તેમણે પાર્ટી છોડી દીધી હતી. પટેલ નગર બેઠક પરથી પૂર્વ ધારાસભ્ય આનંદની સાથે તેમના પત્ની વીણા આનંદ પણ ભાજપમાં જાડાયા હતા. આ નેતાઓ ભાજપના દિલ્હી એકમના અધ્યક્ષ વીરેન્દ્ર સચદેવા અને રાષ્ટ્રીય મહાસચિવ અરુણ સિંહની હાજરીમાં કેન્દ્રમાં સત્તાધારી પક્ષમાં જાડાયા હતા.
દિલ્હી સરકારના પૂર્વ મંત્રી રાજકુમાર આનંદ આજે ભાજપમાં જાડાયા છે. પરંતુ તેણે થોડા સમય પહેલા જ આમ આદમી પાર્ટીથી દૂરી લીધી હતી. લોકસભા ચૂંટણી પહેલા તેમણે દિલ્હી સરકારને અનુસૂચિત જાતિ વિરોધી ગણાવીને મંત્રી પદની સાથે આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું હતું. છતરપુરના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય કરતાર સિંહ તંવર પણ આપ છોડીને ભાજપમાં જાડાયા છે.