દિલ્હી-એનસીઆર સહિત દેશના કેટલાય શહેરો આ સમયે વાયુ પ્રદૂષણ સામે ઝઝૂમી રહ્યા છે. આ શહેરોમાં છેલ્લા કેટલાંક દિવસોથી વાયુ પ્રદૂષણનું સ્તર વધી રહ્યું છે. આનાથી લોકોને ઘરની બહાર તો સમસ્યા થાય છે, પણ ઘરની અંદર પણ પ્રદૂષણનું સ્તર વધવાથી પરિસ્થિતિ વધુ ઘાતક બની ગઈ છે. ઘરની બહાર અને અંદર વાયુ પ્રદૂષણનું સ્તર વધવાથી મોટાભાગના લોકો હવે શ્વાસ સંબંધી બીમારીઓથી પીડાય છે. આ ઉપરાંત ન્યુમોનિયા અને અસ્થમા જેવી ખતરનાક બીમારીઓ પણ લોકોને પોતાની ચપેટમાં લઈ રહી છે.
ન્યુમોનિયા પહેલાં કોરોના વાયરસને લીધે પણ ફેલાતો હતો, હવે તે વાયુ પ્રદૂષણને કારણે પણ ફેલાઈ રહ્યો છે. એવામાં કેટલાંક નિષ્ણાતોએ કહ્યું છે કે દિલ્હીનું પ્રદૂષણ કોરોના વાયરસ સંક્રમણથી પણ વધુ ખતરનાક બની શકે છે. તેઓ એનાથી બચવાની સલાહ આપી રહ્યા છે. વધી રહેલા વાયુ પ્રદૂષણ અને પ્રદૂષક તત્વોને કારણે ફેફસાં વધુ ખરાબ થઈ રહ્યા છે. સમય પર ઈલાજ ન થાય તો તેનાથી મૃત્યુ થવાની આશંકા પણ વધે છે. આવો તમને જણાવીએ કે શા માટે વાયુ પ્રદૂષણથી લોકોને સાવધ રહેવાની જરૂર છે.
ન્યુમોનિયા એક પ્રકારનું સંક્રમણ જ છે, જેમાં એક કે બે ફેફસાંમાં હાજર વાયુ કોથળી alveoli માં સોજો આવી જોય છે અને તેમાં તરલ પદાર્થ ભરાઈ જોય છે. જ્યારે એલ્વિયોલીમાં સોજો વધી જોય છે, તો તે શ્વાસ સંબંધી મુશ્કેલીઓને વધારી દે છે. જોકે, સામાન્ય ન્યુમોનિયા એ લોકો માટે જીવલેણ બની શકે છે, જેમને પહેલા શ્વાસ સંબંધી સમસ્યા હોય અથવા જેમની ઉંમર ૬૫ વર્ષથી વધારે હોય.
ન્યુમોનિયા જેવું સંક્રમણ સામાન્ય રીતે વાયરસ, બેક્ટેરિયા અથવા ફૂગને કારણે થાય છે, આ ત્યારે જ થઈ શકે છે જ્યારે કોઈ વ્યક્તિ વાયરસ અથવા અન્ય પેથોજેન્સથી દૂષિત સપાટીના સંપર્કમાં આવે છે, જેમકે જે હવામાં ફેલાય છે તે વધુ ચેપી બની જોય છે.
ન્યુમોનિયા નિશંકપણે એક ખતરનાક સંક્રમણ છે જે વાયુ પ્રદૂષણનું સ્તર વધ્યા બાદ એક મોટી સમસ્યા બની શકે છે. ઘરની અંદર હોય કે બહાર, વૈજ્ઞાનિકોએ કહ્યું છે કે પ્રદૂષણના સમયમાં ન્યુમોનિયા અને અન્ય ગંભીર શ્વાસ સંબંધિત તકલીફોનું જોખમ બમણું થઈ જોય છે અને મૃત્યુ દરનું જોખમ પણ વધી જોય છે.