એક વર્ષ કરતા પણ વધુ સમયથી ચાલી રહેલું ખેડૂત આંદોલન હવે ખતમ થઈ ગયું છે. કૃષિ કાયદાની વાપસી બાદ ખેડૂતોની બાકી માગણીઓ ઉપર પણ સરકાર તરફથી પાક્કી ખાતરી મળ્યા બાદ ખેડૂત આંદોલન પૂર્ણ થયું છે.સંયુક્ત કિસાન મોરચાએ આ અંગે જોહેરાત કરી છે. આ અગાઉ પહેલા મોરચાએ લાંબી બેઠક કરી ત્યારબાદ ઘર વાપસીનો નિર્ણય લેવાયો. તેમણે કહ્યું કે ૧૫ જોન્યુઆરીના રોજ કિસાન મોરચાની ફરી બેઠક થશે. જેમાં આગળની રણનીતિની ચર્ચા થશે. ખેડૂતોની વાપસીની જોહેરાત બાદ ૧૧ ડિસેમ્બરથી દિલ્હી બોર્ડરથી ખેડૂતો હટશે.
એમએસપી પર કમિટી બનાવવા અને આંદોલન દરમિયાન ખેડૂતો પર નોંધાયેલા કેસ પાછા ખેંચવાને લઈને કેન્દ્ર સરકાર તરફથી લેખિત આશ્વાસન મળ્યા બાદ ખેડૂતોમાં આંદોલન ખતમ કરવા પર સહમતિ બની. આંદોલન દરમિયાન માર્યા ગયેલા ખેડૂતોના પરિવારોને વળતર આપવાના મુદ્દે યુપી અને હરિયાણાની સરકારોએ સૈદ્ધાંતિક સહમતિ આપી દીધી છે. કેન્દ્ર તરફથી મોકલવામાં આવેલા પ્રસ્તાવ પર ગુરુવારે સિંઘુ બોર્ડર પર સંયુક્ત કિસાન મોરચાની બેઠક થઈ. બેઠકમાં એ વાત પર સહમતિ બની ગઈ કે આંદોલન ખતમ કરવામાં આવશે.
સંયુક્ત કિસાન મોરચાએ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે ખેડૂતોએ એક વર્ષ સુધી સંઘર્ષ કર્યો. અમે મોટી જીત લઈને જઈ રહ્યા છીએ. ખેડૂત નેતાઓએ કહ્યું કે ૧૩ ડિસેમ્બરે સુવર્ણ મંદિર જઈશું. તેમણે કહ્યું કે ખેડૂતોના બલિદાનની જીત થઈ. ખેડૂતો આગળની રણનીતિ જલદી તૈયાર કરશે.
આ આઝાદી બાદનું સૌથી મોટું સંમેલન રહ્યું. આ આંદોલનથી ખેડૂતોની તાકાત અને હિંમત વધી છે. જીદ્ભસ્ એ કહ્યું કે સરકારને ઝૂકાવીને આંદોલન સ્થગિત કરી રહ્યા છીએ. પરંતુ ૧૫ જોન્યુઆરીએ જીદ્ભસ્ આગળની રણનીતિ માટે બેઠક યોજશે. જો કે સંયુક્ત કિસાન મોરચાએ પોતાની આ જીતની ઉજવણી ન કરવાનો નિર્ણય લીધો છે. તેમનું કહેવું છે કે સમગ્ર દેશ સીડીએસ જનરલ બિપિન રાવતના અકાળે નિધનથી શોકમાં ડૂબેલો છે. આથી ખેડૂતો જશ્ન નહીં મનાવે.
ખેડૂતોએ બોર્ડર પર બનાવેલા પોતાના ટેન્ટ ઉખાડવાના શરૂ કરી દીધા છે અને તિરપાલ, બિસ્તરાને ટ્રકો અને ટ્રેક્ટરોમાં ભરવાનું શરૂ કરી દીધુ છે. ખેડૂતોનું કહેવું છે કે સરકારે તેમની માગણીઓ સ્વીકારી લીધી છે અને આથી તેઓ હવે પાછા ફરી રહ્યા છે. આ બાજુ પંજોબના ૩૨ ખેડૂત સંગઠનોએ ઘરે જવાનો પ્રસ્તાવ રજુ કર્યો છે. પંજોબના ખેડૂતો ૧૧ ડિસેમ્બરથી ઘર વાપસી શરૂ કરશે. પ્રસ્તાવ મુજબ ખેડૂતો ૧૧ ડિસેમ્બરના રોજ બોર્ડરથી નીકળશે અને ૧૩ ડિસેમ્બરે અમૃતસરના હરમિન્દર સાહિબ પહોંચશે. ખેડૂત સંગઠનોએ ટોલ પ્લાઝાને પણ મુક્ત કરવાનો પ્રસ્તાવ રજુ કર્યો છે.