રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં હવાની ગુણવત્તા સુધારવા માટે અનેક પગલાં લેવામાં આવી રહ્યા છે, ત્યારે છઠ તહેવારની ભવ્ય તૈયારીઓ પણ ચાલી રહી છે.સીપીસીબી અનુસાર, ઇન્ડિયા ગેટ અને આસપાસના વિસ્તારોમાં હવા ગુણવત્તા સૂચકાંક (એકયુઆઇ) ૩૨૫ છે, જેનો અર્થ છે કે હવા ‘ખૂબ જ ખરાબ’ શ્રેણીમાં છે. દિલ્હીમાં સૌથી ખરાબ એકયુઆઇ આનંદ વિહાર (૪૩૦) અને વઝીરપુર (૪૦૩) માં નોંધાયું હતું, જે ‘ગંભીર’ શ્રેણીમાં આવે છે. સમગ્ર શહેર માટે એકંદર એકયુઆઇ ૩૨૨ (ખૂબ જ ખરાબ) છે.એનસીઆરના અન્ય વિસ્તારોમાં પણ આવી જ પરિસ્થિતિ છે. નોઈડામાં એકયુઆઇ ૩૫૩ (ખૂબ જ ખરાબ), ગાઝિયાબાદમાં ૩૧૦ (ખૂબ જ ખર), ગુરુગ્રામમાં ૨૪૭ (ખરાબ) અને ફરીદાબાદમાં ૧૯૮ (મધ્યમ) નોંધાયું હતું.જો દિલ્હીમાં હવામાન અનુકૂળ રહેશે, તો ૨૭ કે ૨૮ ઓક્ટોબરના રોજ કૃત્રિમ વરસાદ પડી શકે છે. દરમિયાન, દિલ્હીમાં છઠના ભવ્ય તહેવારની તૈયારીઓ પૂરજાશમાં ચાલી રહી છે. આ વર્ષે યમુનાના કિનારે વાસુદેવ ઘાટને ભવ્ય રીતે શણગારવામાં આવી રહ્યો છે. દરેક જિલ્લામાં આધુનિક ઘાટ બનાવવામાં આવ્યા છે. યમુનાના કિનારે મોટા તંબુઓ ઉભા કરવામાં આવ્યા છે. છઠને લગતા સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે ત્યાં મોટા સ્ક્રીનો પણ લગાવવામાં આવ્યા છે.ઘાટોને જેસીબી મશીનોથી સમતળ કરવામાં આવ્યા છે, અને સ્વચ્છતા અને સુંદરતા પર ખાસ ધ્યાન આપવામાં આવ્યું છે. ઘાટોને સુંદર લાઇટોથી પ્રકાશિત કરવામાં આવ્યા છે. અહીં લાખો શ્રદ્ધાળુઓ માટે વ્યવસ્થા કરવામાં આવી છે. મોટા ચેન્જીંગ રૂમ બનાવવામાં આવ્યા છે.આ દરમિયાન, દિલ્હી-એનસીઆરમાં હવામાન ધીમે ધીમે બદલાઈ રહ્યું છે, જેના કારણે સવારે અને રાત્રે ઠંડકનો અનુભવ થઈ રહ્યો છે. જા કે, દિવસ દરમિયાન હજુ પણ હળવી ગરમી અનુભવાય છે. ૨૬ ઓક્ટોબરે લઘુત્તમ તાપમાન ૧૬°સે થી ૧૮°સે ની વચ્ચે રહેવાની ધારણા છે.









































