દિલ્હીના સીલમપુર વિસ્તારમાં ગેંગ વોરમાં એક યુવાનની હત્યા કરવામાં આવી હતી. હુમલાખોરોએ મિસ્બાહને ૧૫ થી વધુ ગોળીઓ મારી હતી. ગુનેગારોએ મિસ્બાહને ઘેરી લીધો અને ૨૦ થી વધુ ગોળીઓ ચલાવી, જેમાં તેને ૧૫ થી વધુ ગોળીઓ વાગી. પોલીસના જણાવ્યા અનુસાર, મિસ્બાહ સામે હત્યા અને લૂંટના અનેક કેસ નોંધાયેલા હતા. તે જુલાઈમાં જેલમાંથી બહાર આવ્યો હતો. ઉત્તર પૂર્વ દિલ્હીના કુખ્યાત ગેંગસ્ટર છેનુના ઘરથી થોડે દૂર અજાણ્યા હુમલાખોરોએ મિસ્બાહને ગોળી મારી હતી. મિસ્બાહ ઉત્તર પૂર્વ દિલ્હીના હાશિમ બાબા ગેંગ સાથે સંકળાયેલો હતો અને તેની સામે ૭ કેસ નોંધાયેલા હતા.પોલીસે જણાવ્યું કે રાત્રે લગભગ ૧૦ઃ૪૦ વાગ્યે, સીલમપુર પોલીસ સ્ટેશનને ગોળીબારની ઘટનાનો અહેવાલ મળ્યો. સીલમપુર જામા મસ્જીદ પાસે ઘટનાસ્થળે પહોંચ્યા પછી, એક વ્યવ્ક્તિ ઘાયલ મળી આવ્યો. તેને હોસ્પિટલલમાં લઈ જવામાં આવ્યો જ્યાં ડોકટરોએ તેને મૃત જાહેર કર્યો. પીડિતાની ઓળખ મિસ્બાહ (૨૨ વર્ષ) તરીકે થઈ, જે જાફરાબાદનો રહેવાસી હતો.પોલીસે જણાવ્યું કે સીલમપુર પોલીસ સ્ટેશનમાં સંબંધિત કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. ગુનામાં સંડોવાયેલા આરોપીઓને શક્્ય તેટલી વહેલી તકે ઓળખવા અને ધરપકડ કરવા માટે ટીમો તૈનાત કરવામાં આવી છે. પ્રારંભિક તપાસમાં જાણવા મળ્યું છે કે મૃતક પર હત્યા, હત્યાનો પ્રયાસ, લૂંટ અને આર્મ્સ એક્ટ સંબંધિત સાત ગુનાહિત કેસ હતા. ફોરેન્સિક ટીમો ગુના સ્થળ પરથી પુરાવા એકત્રિત કરી રહી છે. હાલમાં કેસ તપાસ હેઠળ છે.આ દરમિયાન, દિલ્હીમાં એક ૨૦ વર્ષીય યુવકની ગેરકાયદેસર પિસ્તોલ લહેરાવતો વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવા બદલ ધરપકડ કરવામાં આવી છે. પોલીસે જણાવ્યું હતું કે મોહન ગાર્ડનના રહેવાસી અને ૧૧મા ધોરણના વિદ્યાર્થી જૈનેશને જનકપુરી વિસ્તારમાંથી પકડવામાં આવ્યો હતો. પોલીસે તેના કબજામાંથી એક પિસ્તોલ અને એક જીવતો કારતૂસ જપ્ત કર્યો હતો. પોલીસે જૈનેશ દ્વારા સોશિયલ મીડિયા પર પોસ્ટ કરાયેલા વિવિધ વીડિયોની નોંધ લીધી હતી અને તેની ધરપકડ કરી હતી. પૂછપરછ દરમિયાન, આરોપીએ પોલીસને જણાવ્યું હતું કે તેણે પિસ્તોલ તે જ વિસ્તારના રહેવાસી ઋત્વિક પાસેથી ખરીદી હતી. ઋત્વિક ગુનેગારો સાથે કથિત રીતે જાડાયેલા છે.અધિકારીએ જણાવ્યું હતું કે હથિયારોની દાણચોરીમાં સામેલ ગેંગને શોધવાના પ્રયાસો ચાલી રહ્યા છે. જૈનેશ તેના માતાપિતા સાથે રહે છે, તેના પિતા મેડિકલ સ્ટોર ચલાવે છે, જ્યારે તેની માતા એક ખાનગી કંપનીમાં બિલિંગ મેનેજર તરીકે કામ કરે છે. એવું કહેવાય છે કે જૈનેશ કોઈક રીતે ઋત્વિકના પ્રભાવમાં આવી ગયો હતો, જેણે તેને તેના સાથીદારોમાં પોતાનું વર્ચસ્વ બતાવવા માટે પિસ્તોલ રાખવા માટે પ્રોત્સાહિત કર્યો હતો.