(એ.આર.એલ),નવીદિલ્હી,તા.૧૨
દિલ્હીમાં મુખ્યમંત્રીના નિવાસસ્થાનને લઈને ચાલી રહેલા વિવાદનો હવે અંત આવતો જણાય છે. દિલ્હીનાપબ્લક વર્ક્‌સ ડિપાર્ટમેન્ટ (પીડબ્લ્યુડી)એ મુખ્યમંત્રી આતિશીને સિવિલ લાઇન્સમાં Âસ્થત ૬ ફ્લેગસ્ટાફ રોડ બંગલો સત્તાવાર રીતે ફાળવ્યો હતો. આપને જણાવી દઈએ કે આ પહેલા આમ આદમી પાર્ટીએ આરોપ લગાવ્યો હતો કે સીએમ આતિષીને બળજબરીથી બંગલો ખાલી કરાવવામાં આવ્યો હતો અને તેમનો સામાન પણ બહાર કાઢવામાં આવ્યો હતો.
દિલ્હીના પીડબલ્યુડી વિભાગે પણ સીએમ આતિશીને મકાન ફાળવવા અંગે નોટિસ જારી કરી છે. વિભાગની નોટિસમાં કહેવામાં આવ્યું છે કે હેન્ડઓવર અને ઇન્વેન્ટરીની તૈયારીની યોગ્ય પ્રક્રિયા પૂર્ણ કર્યા પછી, સીએમ આતિશીને સિવિલ લાઇન્સમાં ઔપચારિક રીતે બંગલો ફાળવવામાં આવ્યો છે.
દિલ્હીના પૂર્વ સીએમ અરવિંદ કેજરીવાલે થોડા દિવસો પહેલા ૬ ફ્લેગસ્ટાફ રોડ બંગલો ખાલી કર્યો હતો અને લ્યુટિયન્સ દિલ્હીમાં નવા આવાસમાં રહેવા ગયા હતા. મળતી માહિતી મુજબ, સીએમ આતિશી સોમવારે રહેવા લાગ્યા હતા. જા કે, પીડબલ્યુડી વિભાગે ગેરકાયદે ઉપયોગના આરોપમાં દિલ્હીના મુખ્ય પ્રધાનના સત્તાવાર નિવાસસ્થાનને સીલ કરી દીધું હતું.
આમ આદમી પાર્ટીએ આરોપ લગાવ્યો હતો કે મુખ્યમંત્રી આતિશીએ બળજબરીથી બંગલો ખાલી કરાવ્યો હતો. આતિશીનો સામાન પણ સીએમ આવાસની બહાર ફેંકી દેવામાં આવ્યો છે. આ સમગ્ર વિવાદ વચ્ચે પાર્ટીએ સીએમ આતિશીનો એક વીડિયો શેર કર્યો છે જેમાં તે રૂમમાં ફેલાયેલી વસ્તુઓની વચ્ચે કામ કરતી જાવા મળી રહી છે. આ સમગ્ર વિવાદને લઈને આમ આદમી પાર્ટીએ દિલ્હીના એલજી વીકે સક્સેના પર નિશાન સાધ્યું હતું. બીજી તરફ, ભાજપે દાવો કર્યો હતો કે બંગલો હજુ પબ્લક વર્ક્‌સ ડિપાર્ટમેન્ટે નવી ફાળવણી માટે સોંપવાનો બાકી છે.