વહેલી સવારે શાહદરાના શાસ્ત્રી નગર વિસ્તારમાં રહેણાંક મકાનમાં ભીષણ આગ ફાટી નીકળતાં બે બાળકો અને એક પરિણીત દંપતીનું શ્વાસ રૂંધાવાથી મોત થયું હતું. એક અધિકારીએ જણાવ્યું કે પીડિતોની ઓળખ મનોજ (૩૦), તેની પત્ની સુમન (૨૮) અને પાંચ અને ત્રણ વર્ષની બે છોકરીઓ તરીકે કરવામાં આવી છે.
પોલીસે જણાવ્યું કે તેમને શાહદરાના શાસ્ત્રી નગર વિસ્તારમાં સવારે લગભગ ૫.૨૦ વાગ્યે ભીષણ આગ લાગવાની માહિતી મળી હતી. દિલ્હી ફાયર સર્વિસને તાત્કાલિક જાણ કરવામાં આવી હતી. એક સ્થાનિક પોલીસ ટીમ, ચાર ફાયર એન્જીન, એમ્બ્યુલન્સ અને પીસીઆર વાનને ઘટનાસ્થળે મોકલવામાં આવ્યા હતા, અધિકારીએ જણાવ્યું હતું. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ કહ્યું, ‘અમને હોસ્પિટલમાંથી માહિતી મળી કે ચાર લોકો – બે બાળકો અને એક પરિણીત યુગલ – ગૂંગળામણને કારણે મૃત્યુ પામ્યા. વધુ તપાસ ચાલુ છે.
પોલીસે જણાવ્યું કે જે બિલ્ડીંગમાં આગ લાગી તે ચાર માળની છે અને ગ્રાઉન્ડ ફ્લોર પર કાર પા‹કગની સુવિધા છે. પા‹કગમાંથી આગ લાગી હતી અને ધુમાડો આખા બિલડીગમાં ફેલાઈ ગયો હતો. “રસ્તો સાંકડો હોવા છતાં, ફાયર અધિકારીઓએ સ્થળ પર પહોંચીને આગ પર કાબૂ મેળવ્યો,” અધિકારીએ જણાવ્યું. દરેક માળે શોધખોળ હાથ ધરવામાં આવી હતી. ત્રણ પુરુષો, ચાર મહિલાઓ અને બે બાળકોને હેડગેવાર હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા.