સિવિલ સર્વિસની તૈયારી કરારા વિદ્યાર્થીઓ માટેનું કોચિંગનું હબ ગણાતા દિલ્હીના ઓલ્ડ રાજેન્દ્રનગરમાં આવેલા એક કોચિંગ સેન્ટરમાંથી ખુબ જ ચિંતાજનક મામલો સામે આવ્યો છે. આ સેન્ટરના બેઝમેન્ટમાં પાણી ભરાઈ ગયા જેના કારણે ત્રણ વિદ્યાર્થીઓએ જીવ ગુમાવ્યા. આ મામલે બે લોકોની અટકાયત કરીને તેમની પૂછપરછ થઈ રહી છે. આ ઘટના રાવ ૈંછજી કોચિંગ સેન્ટરમાં ઘટી. દિલ્હી સરકારે ઘટનાની મેજિસ્ટ્રેટ તપાસના આદેશ આપ્યા છે. દિલ્હી ફાયર ડિપાર્ટમેન્ટને શનિવારે સાંજે સાત વાગે કોચિંગ સેન્ટરના બેઝમેન્ટમાં પાણી ભરાઈ ગયા હોવાની સૂચના મળી હતી. ડિપાર્ટમેન્ટને કોલ કરવામાં આવ્યો હતો કે કોચિંગ સેન્ટરના બેઝમેન્ટમાં પાણી ભરાયા છે અને અનેક વિદ્યાર્થીઓ ફસાયેલા છે. સ્થિતિની ગંભીરતા જાતા એનડીઆરએફની ટીમે રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કર્યું. સ્થિતિ એવી હતી કે ડાઈવર્સે પાણીમાં ઉતરવું પડ્યું હતું.
કોચિંગ સેન્ટરના બેઝમેન્ટમાં લાઈબ્રેરી બનેલી છે. જેના કારણે વિદ્યાર્થીઓ ત્યાં અભ્યાસ કરતા હતા. એવું કહેવાય છે કે વરસાદના કારણે અને પાણી નિકાસની સમસ્યાના કારણે અચાનક કોચિંગ સેન્ટરના બેઝમેન્ટમાં પાણી ભરાઈ ગયા હતા. મળતી માહિતી મુજબ બેઝમેન્ટની અંદર ૫થી ૬ વિદ્યાર્થીઓ હતા જે ૈંછજી ની તૈયારી કરતા હતા. હાલ ઘટના સ્થળે એનડીઆરએફની ટીમ, દિલ્હી પોલીસના જવાન, વિધાયક દુર્ગેશ પાઠક, દિલ્હીના મેયર અને નવી દિલ્હીથી સાંસદ બાંસુરી સ્વરાજ ઘટનાસ્થળે હાજર છે. રેસ્ક્યૂ ઓપરેશન બાદ ત્રણ વિદ્યાર્થીઓના મૃતદેહ મળી આવ્યા. મૃતકોમાં ૨ વિદ્યાર્થીનીઓ અને એક વિદ્યાર્થી છે.
આ ઘટનામાં જીવ ગુમાવનાર એક વિદ્યાર્થી નેવિન ડાલ્વિન કેરળનો રહીશ હતો. પરંતુ છેલ્લા છથી આઠ મહિનાથી દિલ્હીમાં રહેતો હતો. નેવિન પટેલ નગરમાં રહેતો હતો અને કોચિંગ સેન્ટરની લાઈબ્રેરીમાં વાંચન માટે ગયો હતો. તે જેએનયુથી પીએચડી કરતો હતો.
ડીસીપી (સેન્ટ્રલ દિલ્હી) એમ હર્ષવર્ધને જણાવ્યું કે શનિવારે સાંજે દિલ્હીમાં ભારે વરસાદ પડ્યો જેના કારણે રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા હતા. હવે એ મામલાની તપાસ થઈ રહી છે કે બેઝમેન્ટમાં પાણી આટલા જલદી કેવી રીતે ભરાઈ ગયા. બીજી બાજુ દિલ્હીના ભાજપ સાંસદ બાંસુરી સ્વરાજનો દાવો છે કે નાળાની સફાઈ યોગ્ય રીતે ન થવાના કારણે બેઝમેન્ટમાં પાણી ભરાઈ ગયા. બાંસુરી સ્વરાજે દાવો કર્યો કે અઠવાડિયાથી વારંવાર અહીંના લોકો વિધાયક દુર્ગેશ પાઠકને નાળાની સફાઈ કરવાનું કહેતા હતા. પરંતુ તેમની વાતને અવગણવામાં આવી. તેમનણે કહ્યું કે અહીંનું પાણી જઈને બેઝમેન્ટમાં ભરાઈ ગયું.
ભાજપના નેતા આરપી સિંહે કહ્યું કે અહીં ડિસિલ્ટીગનું કામ સમયસર થયું નહીં. જા ડિસિÂલ્ટંગનું કામ સમય પર થઈ જાત તો આ દુર્ઘટના ન ઘટત. તેમણે કહ્યું કે દિલ્હી સરકાર અને વિધાયકે જવાબ આપવો જાઈએ કે ડિસિલ્ટીગનું કામ કેમ નથી થયું અને તેના પૈસા ક્યાં ગયા?
બીજી બાજુ આ મામલે દિલ્હી સરકાર પણ એક્ટિવ થઈ ગઈ છે. દિલ્હી સરકારના મંત્રી આતિશીએ કહ્યું કે દિલ્હીમાં સાંજે પડેલા ભારે વરસાદના કારણે એક દુર્ઘટનાના સમાચાર છે. રાજેન્દ્રનગરમાં એક કોચિંગ ઈન્સ્ટીટ્યૂટમાં બેઝમેન્ટમાં પાણી ભરાયાના સમાચાર છે. દિલ્હી ફાયર વિભાગ અને એનડીઆરએફ ઘટનાસ્થળે છે. દિલ્હીના મેયર અને સ્થાનિક વિધાયક પણ ત્યાં છે. આ ઘટના કેવી રીતે ઘટી તેના માટે મેજિસ્ટ્રેટ તપાસના આદેશ આપવામાં આવ્યા છે. આ ઘટના માટે જે પણ જવાબદાર હશે તેમને છોડવામાં નહીં આવે.
આ ઘટના અંગે એક વિદ્યાર્થીએ કહ્યું કે એમસીડી કહે છે કે આ એક દુર્ઘટના છે, પરંતુ હું કહીશ કે તે સંપૂર્ણ બેદરકારી છે. અડધા કલાકના વરસાદ બાદ ઘૂંટણ સુધી પાણી ભરાઈ જાય છે. આફતો ક્યારેક થાય છે. મારા મકાનમાલિકે જણાવ્યું કે તેઓ છેલ્લા ૧૦-૧૨ દિવસથી કાઉન્સિલરને કહેતા હતા કે ગટરની સફાઈ કરો.
પ્રથમ માંગ એ છે કે દોષિતો સામે કાર્યવાહી થવી જાઈએ. તાત્કાલિક માંગ એ છે કે ઘાયલો અને મૃત્યુનો વાસ્તવિક આંકડો જણાવવામાં આવે. ડિઝાસ્ટર મેનેજમેન્ટના લોકોએ મને કહ્યું કે ૮-૧૦ લોકોના મોત થયા છે. આ દાવો એક વિદ્યાર્થી દ્વારા કરવામાં આવ્યો હતો જેઓ એમસીડી સામે વિરોધ કરી રહ્યા હતા જ્યારે ગઈકાલે રાત્રે એક કોચિંગ સંસ્થાના ભોંયરામાં પાણી ભરાઈ ગયા હતા અને ત્રણ વિદ્યાર્થીઓએ જીવ ગુમાવ્યા હતા.
યુપીએસસીના એક ઉમેદવારે કહ્યું કે અમારી માંગ છે કે આ બેદરકારી માટે જવાબદારો સામે કાર્યવાહી થવી જાઈએ. અહીં ભોંયરામાં ખોલવામાં આવેલી આ તમામ વસ્તુઓ ગેરકાયદેસર રીતે ચલાવવામાં આવી રહી છે અને સુરક્ષાના કોઈ પગલાં નથી. તેથી આ તમામ બાબતોને અટકાવવી જાઈએ અને પગલાં લેવા જાઈએ.
યુપીએસસીની તૈયારી કરી રહેલા ઉમેદવાર અમન શુક્લાએ કહ્યું કે અમારી માંગ છે કે સૌથી પહેલા ભોંયરામાં ગેરકાયદે બનેલી આ તમામ લાઈબ્રેરીઓ બંધ કરવામાં આવે. એમસીડીએ જાવું જાઈએ કે સમસ્યા ક્યાં છે, આ પહેલીવાર નથી કે અહીં પાણી ભરાઈ રહ્યું છે. છેલ્લી વાર વરસાદ પડ્યો ત્યારે કાર પાણીમાં તરતી હતી. તેણે એક વર્ષમાં કંઈ કર્યું નથી. હજુ સુધી કોઈ વરિષ્ઠ અધિકારી અહીં આવ્યા નથી.
ડીસીપી સેન્ટ્રલ એમ હર્ષવર્ધને કહ્યું, ‘અમે ફોજદારી કેસ નોંધ્યો છે. અમારી ફોરેÂન્સક ટીમો અહીં છે. ફોરેÂન્સક પુરાવા એકત્ર કરવાની પ્રક્રિયા ચાલી રહી છે. અમે એ સુનિશ્ચિત કરવા માટે પ્રતિબદ્ધ છીએ કે અમે યોગ્ય તપાસ કરીએ. અમે મજબૂત કેસ દાખલ કરવા અને સત્ય શોધવા માટે પ્રતિબદ્ધ છીએ. અત્યાર સુધીમાં બે લોકોની અટકાયત કરવામાં આવી છે.