દિલ્હીના દક્ષિણપુરી વિસ્તારમાંથી આ સમયના મોટા સમાચાર સામે આવ્યા છે. અહીં એક ઘરમાંથી ૩ લોકોના મૃતદેહ મળી આવતા ખળભળાટ મચી ગયો છે. એક વ્યક્તિની સારવાર ચાલી રહી છે. ત્રણેયના મોત શંકાસ્પદ સંજાગોમાં થયા છે. શંકા છે કે ત્રણેયના મોત ગૂંગળામણને કારણે થયા છે. પોલીસ ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. પ્રાપ્ત માહિતી અનુસાર, ત્રણેય મૃતદેહ પુરુષોના છે અને તેઓ એસી મિકેનિક તરીકે કામ કરતા હતા. પોલીસ કહે છે કે મૃત્યુનું કારણ જાણવાની કોશિશ કરવામાં આવી રહી છે.
પોલીસના જણાવ્યા અનુસાર, આજે એક પીસીઆર કોલ આવ્યો હતો જેમાં ફોન કરનારે જણાવ્યું હતું કે તેનો ભાઈ ફોન ઉપાડી રહ્યો નથી અને ઘરનો દરવાજા અંદરથી બંધ છે. ઘટનાસ્થળે પહોંચીને પોલીસે જાયું કે દક્ષિણપુરી વિસ્તારમાં એક ઘરના પહેલા માળે ચાર લોકો બેભાન અવસ્થામાં પડેલા હતા, જેમને સફદરજંગ અને એઈમ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ફોન કરનાર ઝીશાને પોલીસને ફોન કર્યો હતો કે તેનો ભાઈ ઇમરાન ઉર્ફે સલમાન, મોહસીન અને હસીબ અને એક વ્યક્તિ ઘરના રૂમમાં હતા. તે બધા એસી મિકેનિક તરીકે કામ કરતા હતા. મૃત્યુ એસી સાધનોમાં લીકેજને કારણે ગૂંગળામણને કારણે થયું છે કે મૃત્યુનું કારણ કંઈક બીજું છે, તે પોસ્ટમોર્ટમ રિપોર્ટ પછી સ્પષ્ટ થશે, હાલમાં શરીર પર કોઈ બાહ્ય ઈજાના નિશાન નથી.
બીજા કિસ્સામાં, ગઈકાલે સાંજે દિલ્હીના કરોલ બાગ વિસ્તારમાં સ્થિત વિશાલ મેગા માર્ટમાં ભીષણ આગ લાગી હતી, જેના કારણે હંગામો મચી ગયો હતો. આ અકસ્માતમાં ૨ લોકોએ જીવ ગુમાવ્યા. આગની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને ઘણી મહેનત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો.
ફાયર બ્રિગેડને આગ ઓલવવામાં ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો, કારણ કે બિÂલ્ડંગમાં પ્રવેશ અને બહાર નીકળવાનો એક જ રસ્તો હતો. આ ઉપરાંત, ડિપાર્ટમેન્ટલ સ્ટોરનો સામાન પહેલા અને બીજા માળે જતી સીડીઓ પર રાખવામાં આવ્યો હોવાથી ધુમાડો દૂર કરવા માટે ટીમને ઇમારતની દિવાલ તોડીને બહાર નીકળવું પડ્યું. આ ઘટનાથી લોકોમાં રોષનું વાતાવરણ સર્જાયું છે અને તેઓ પૂછી રહ્યા છે કે ફાયર સેફ્ટી માટે યોગ્ય વ્યવસ્થા કેમ નહોતી?





































