(એ.આર.એલ),નવીદિલ્હી,તા.૩
દિલ્હીના જહાંગીરપુરીમાં શુક્રવારે સાંજે એક મોટો અકસ્માત થયો હતો. આ વિસ્તારમાં એક ઈમારત થોડી જ વારમાં ધરાશાયી થઈ ગઈ. લોકોએ આ અંગે પોલીસને જાણ કરી હતી. માહિતી મળતાં જ પોલીસ પહોંચી અને ફાયર બ્રિગેડ અને એનડીઆરએફની ટીમને બોલાવી.
આભાર – નિહારીકા રવિયા ફાયર બ્રિગેડ અને દ્ગડ્ઢઇહ્લ ઘટનાસ્થળે પહોંચીને રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરીને કાટમાળ નીચે દટાયેલા છ લોકોને બહાર કાઢીને હોસ્પટલ લઈ ગયા. જેમાંથી ત્રણને તબીબોએ મૃત જાહેર કર્યા હતા, જ્યારે અન્ય ત્રણને હોસ્પટલમાં દાખલ કરીને સારવાર શરૂ કરવામાં આવી હતી.દિલ્હી પોલીસે જણાવ્યું કે અકસ્માતની માહિતી સાંજે મળી હતી. માહિતી મળતાની સાથે જ ફાયર બ્રિગેડ અને એનડીઆરએફની ટીમને તાત્કાલિક ઘટનાસ્થળે બોલાવવામાં આવી હતી. આ ઘટના વિશે માહિતી આપતાં દિલ્હીના મેયર ડા. શૈલી ઓબેરોયે કહ્યું કે તેમને જહાંગીરપુરીની સિવિલ લાઇન્સમાં બિલ્ડંગ ધરાશાયી થવાની માહિતી મળી છે. એનડીઆરએફ, ફાયર બ્રિગેડ અને દિલ્હી પોલીસની ટીમ બચાવ કાર્યમાં લાગેલી છે. બચાવાયેલા તમામ છ લોકોને પહેલા એમ્બ્યુલન્સની મદદથી જગજીવન રામ હોસ્પટલમાં લઈ જવામાં આવ્યા હતા. અહીં ત્રણ લોકોને સારવાર બાદ રજા આપવામાં આવી હતી. જેમાંથી બેનું સારવાર દરમિયાન મોત થયું હતું, જ્યારે એકનું એલએનજેપી હોÂસ્પટલમાં લઈ જતી વખતે મોત થયું હતું. મેયર ડો.શૈલી ઓબેરોયે જણાવ્યું કે આ અકસ્માતમાં કુલ ત્રણ લોકોના મોત થયા છે.