પૂર્વ દિલ્હીના અસ્થા કુંજ પાર્ક વિસ્તારમાં ગોળીઓનો વરસાદ થયો. ગુડગાંવ ક્રાઇમ બ્રાન્ચ અને દક્ષિણ પૂર્વ દિલ્હી સ્પેશિયલ સ્ટાફ ટીમ દ્વારા સંયુક્ત કાર્યવાહીમાં, કુખ્યાત નેપાળી ગુનેગાર ભીમ બહાદુર જારાને ઠાર મારવામાં આવ્યો. ભીમ બહાદુર જારા મૂળ નેપાળનો હતો પરંતુ તેણે ભારતના વિવિધ રાજ્યોમાં મોટા ગુનાઓ કર્યા હતા. તેના પર ૫૦,૦૦૦ રૂપિયાનું ઈનામ જાહેર કરવામાં આવ્યું હતું.પોલીસ લાંબા સમયથી ભીમ બહાદુર જારાને શોધી રહી હતી. તેના પર દિલ્હીના એક ડોક્ટરની હત્યાનો આરોપ હતો. તેણે  ગુરુગ્રામમાં ભાજપ મહેરૌલી જિલ્લા પ્રમુખ મમતા ભારદ્વાજના ઘરેથી ૨૨ લાખ રૂપિયાની ચોરી પણ કરી હતી.માહિતી અનુસાર, ગુપ્તચર માહિતીના આધારે, દિલ્હી અને ગુરુગ્રામ પોલીસની એક ટીમે ભીમ જારાને ઘેરી લીધો અને તેને શરણાગતિ સ્વીકારવાનું કહ્યું. જાકે, તેણે ચેતવણીઓને અવગણીને ગોળીબાર ચાલુ રાખ્યો. આ દરમિયાન, પોલીસ દ્વારા જવાબી ગોળીબારમાં તેને ગોળી વાગી અને ઘાયલ કરવામાં આવ્યો. પોલીસે તાત્કાલિક ગંભીર હાલતમાં દિલ્હી એઇમ્સના ટ્રોમા સેન્ટરમાં દાખલ કર્યો, પરંતુ સારવાર દરમિયાન તેનું મૃત્યુ થયું.હકીકતમાં, ગુરુગ્રામના સેક્ટર ૪૮માં ભાજપના મહેરૌલી જિલ્લા પ્રમુખ મમતા ભારદ્વાજના ઘરે એક મોટી ચોરી થઈ. જ્યારે પોલીસે આ કેસની તપાસ કરી, ત્યારે જાણવા મળ્યું કે આ ગુનો નેપાળી ગુનેગાર ભીમ બહાદુર જારા દ્વારા કરવામાં આવ્યો હતો. તેણે ચોરી કરવા માટે ભાજપ નેતાના ઘરના નોકર યુવરાજ થાપાની મદદ લીધી હતી. ક્રાઈમ બ્રાન્ચની ટીમે યુવરાજ થાપાની ધરપકડ કરી લીધી હતી.તપાસમાં બહાર આવ્યું છે કે ભીમ બહાદુર જારાએ સોશિયલ મીડિયા પર નેપાળી નોકરો સાથે મિત્રતા કરી હતી અને ચોરીઓનું આયોજન કર્યું હતું. દિલ્હી ક્રાઈમ બ્રાન્ચની ટીમો ભીમ બહાદુર જારાના દિલ્હીથી નેપાળ સુધીના તમામ લિંક્સની તપાસ કરી રહી હતી. તે દિલ્હીના જંગપુરામાં એક ડાક્ટરની કુખ્યાત હત્યા અને લૂંટમાં પણ સામેલ હતો. પોલીસ લાંબા સમયથી આ ગુનેગારને શોધી રહી હતી.